Abu Road, Oct 30, અમેરિકામાં રાષ્ટ્રપતિ ભવન માં દીપાવલી ઉત્સવમાં બ્રહ્મકુમારીઝ ને આમંત્રણ મળ્યું અને રશિયા સહિત પાંચ ખંડોમાં ઉત્સવ ઉજવવામાં આવશે.
બ્રહ્મકુમારીઝ મીડિયા સંયોજક શશિકાન્ત ત્રિવેદીએ આજે જણાવ્યું કે બ્રહ્મકુમારીઝ દ્વારા ત્રિદિવસીય દીપોત્સવી ઉત્સવ શરૂ થઇ ગયું છે.
ભારતીય સંસ્કૃતિ નો મહાનતમ પર્વ દીપાવલી એ માનવમાત્રના આધ્યાત્મ શક્તિ દ્વારા આત્મશક્તિ જાગૃતિ દ્વારા ભારત પર ફરી સ્વર્ણિમ દુનિયાની સ્થાપનાનો મહાપર્વ છે દેશવાસીઓને બ્રહ્મકુમારીઝ ના વડા ૧૦૧ વર્ષીય ડો. દાદી રતન મોહિની એ દિવ્ય સંદેશ આપી આજે આબુ ખાતે ત્રિદિવસીય વૈશ્વિક દીપોત્સવનો પ્રારંભ કરેલ છે.
૯૦ દેશોથી આવેલ વિવિધ દેશોની સંસ્ક્રુતિ ના બ્રહ્માકુમાર ભાઈ બહેનોને આશીર્વચન આપતા દાદીજીએ ભારતીય સંસ્કૃતિ ને વૈશ્વિક સંસ્કૃતિ બનાવવા તથા ઈશ્વરીયજ્ઞાન રાજયોગ દ્વારા પોતાને દિવ્યતા સંપન્ન બનવા દ્રઢ કરવા આહવાહન કરેલ બ્રહ્મકુમારીઝ ના ૧૪૦ દેશોમાં દીપાવલી મહોત્સવ ઉજવવામાં આવશે ૧૦ હજાર સેવકેન્દ્રો પર બ્રહ્માકુમારી બહેનો ઉત્સવ ઉજવશે.
તેમણે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા ઉજવેલ દિવાળી મહોત્સવમાં રાષ્ટ્પતી ભવન ખાતે બ્રહ્મકુમારીઝ ને આમંત્રિત કરાયેલ જેમાં લંડન સેવાકેદ્ર ડાયરેક્ટર બ્રહ્માકુમારી જેના એ પોતાનો દીપાવલી સંદેશ ઉપસ્થિત મહાનુભાવો ને આપેલ.
શ્રી શશિકાન્ત ત્રિવેદીના જણાવ્યાનુસાર ગુજરાત ના ૫૦૦ સેવાકેન્દ્ર પર આજે દીપાવલી મહોત્સવ ઉજવવામાં આવશે તથા લાખો બ્રહ્મકુમાર ભાઈ બહેનો ભારત પર સ્વર્ણિમ યુગની સનાતની દેવી દેવતા ધર્મની સ્થાપના માટે સેવા કરવા સામુહિક દ્ધઢ સંકલ્પ કરશે.
