VNINews.com તરફથી બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજીને ભાવભીની શ્રદ્ધાંજલિ
Abu, Sep 22, બ્રહ્માકુમારીઝના મહાસચિવ રાજયોગી નિર્વેરજી નો પાર્થિવ દેવ આજે પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો. લાખો બ્રહ્માકુમારીઝ પરિવારના સદસ્યો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈરાષ્ટ્રપતિ ધ્રોપદી મૂર્મૂએ એમના સંદેશમાં કહ્યું આધ્યાત્મિક શિક્ષણ પ્રેરક જીવન થી આવનારી પેઢીને સદા માર્ગદર્શન રહેશે નિર્વેરજી.અનેક રાજકીય,શૈક્ષણિક, ધાર્મિક વૈશ્વિક હસ્તીઓએ શોક સંદેશ પાઠવ્યા છે.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાન્ત ત્રિવેદીના જણાવ્યાનુસાર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના સ્થાપના કાળ થી પિતાશ્રી બ્રહ્માબાબા ના પાલનપાત્ર રાજયોગી નિર્વેરજી એ ટૂંકી માંદગી બાદ ૧૯ સપ્ટેમ્બર ના રોજ પોતાનો દેહત્યાગ કારેલ જેને સંસ્થાના ૧૪૦ દેશોના બ્રહ્માકુમાર ભાઈ – બહેનો એ ભાવભીની શ્રધાંજલિ અર્પલ તથા મુખ્યાલય ખાતે ત્રણ દિવસ અંતિમ દર્શન બાદ આજે સવારે ૧૧ કલાકે તેમના પાર્થિવદેહને આબુ તળેટી ખાતે અંતિમ સંસ્કાર હજારો વરિષ્ટ બ્રહ્માકુમાર ભાઈ – બહેનો તથા ૧૦૧ વર્ષીય દાદી રતનમોહિનીજી ની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
શ્રી ત્રિવેદીના જણાવ્યાનુસાર નિર્વેરજી ભારતીય નેવી માં સર્વિસ આપી સંસ્થામાં માનવ સેવા માટે આજીવન સમર્પિત જીવન ૫૫ વર્ષથી કરેલ તેમના નૈતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્સંઘ સહિત અનેક વિશાળ માનવ સેવાના સંગઠન સાથે રહી આધ્યાત્મિકતા – રાજયોગ અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર થયો તેમના અવસાનથી અનેક શોક સંદેશામાં તેમના જીવનભરની માનવ સેવા તથા શિક્ષા જગત – નારીશક્તિ – યુવા માનસના સશક્તિકરણ ના કાર્યોને બિરદાવી પોતાના શોક સંદેશા આપેલ જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી જેપી નડાજી – રાજસ્થાન ના મુખ્યમંત્રી હરિયાણી ના મુખ્યમંત્રી અનેક સાંસદો – ધારાસભ્યો ધર્મના વડાઓએ નિર્વેરજી ના જીવનથી પ્રેરણા લાઇ માનવના અધ્યાત્મ સશક્તિ કારણના કાર્યોને સ્મરણ કરી બિરદાવેલ તથા ભાવભીની શ્રદ્ધાંજલિ આપેલ દરમિયાન આજે તેમના અંતિમ સંસ્કાર માં દેશ – વિદેશ ના ૧૫,૦૦૦ વિવિધ ક્ષેત્રના જવાબદાર બ્રહ્માકુમાર ભાઈ – બહેનો એ આબુ તળેટી મુખ્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી તેના માનવસેવાના – ઈશ્વરીય જ્ઞાન – રાજયોગ દ્વારા વિશ્વ મહાપરિવર્તનના વૈશ્વિક કાર્યોને સદા કાયમ કરવા સંગઠિત શપથ લીધેલ.
અમેરિકાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માનવજીતની આધ્યાત્મ સેવાને પ્રણેતા નિર્વેરજી ને શોક સંદેશ મોકલેલ છે તથા લોક સભાના સ્પીકર ઓમબીરલા તથા અનેક રાજ્યોના ગવર્નરઓએ આબુ ખાતે પોતાના શોક સંદેશ દાદી રતનમોહિનીજી ને મોકલેલ છે.