Spread the love

Gandhinagar, Nov 24, બ્રહ્માકુમારીઝ સંસ્થાના પવિત્ર-તપસ્વી યુગલોનું ૧ ડિસેમ્બર, રવિવારે Gujarat ના ગાંધીનગર ખાતે મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે.
બ્રહ્માકુમારીઝ સંસ્થા તરફ જણાવવામાં આવ્યું કે ગાંધીનગર સેક્ટર.૨૮, સેવાકેન્દ્રના (૪૫)મા વાર્ષિકોત્સવ નિમિતે, બ્રહ્માકુમારીઝ મણિનગર સબઝોનના પવિત્ર-તપસ્વી યુગલોનું મહાસંમેલન ૧ ડિસેમ્બર રવિવારે સવારે ૧૦૦૦ થી ૦૧.૦૦ સેક્ટર.૨૮ રંગમંચ પાર્ટી પ્લોટ ગાંધીનગર ખાતે આયોજીત કરવામાં આવેલ છે.
આ મહાસંમેલનમાં ભારત સાધુ સમાજના અયોધ્યા ધામ સ્થિત રાષ્ટ્રીય મહામંત્રી રસિક પીઠાધેશ્વર મહંત જન્મેજયશરણ મહારાજ, જગદગુરુ  ઓમકારાનંદ મહારાજ, બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના ડાયરેકટર રાજયોગિની ભારતીદીદી, માઉન્ટ આબુથી સંસ્થાના આધ્યાત્મિક પ્રવકતા બ્રહ્માકુમારી ઉષાબેન, બ્રહ્માકુમારી યુવા પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા બ્રહ્માકુમારી ચંદ્રિકાબેન, બ્રહ્માકુમારી મહિલા પ્રભાગના રાષ્ટ્રીય સંયોજિકા બ્રહ્માકુમારી શારદાબેન, બ્રહ્માકુમારી ગ્રામ વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષા બ્રહ્માકુમારી સરલાબેન, અમદાવાદ મણિનગર સબઝોન ઇન્ચાર્જ બ્રહ્માકુમારી નેહાબેન અને સેક્ટર.૨૮, ગાંધીનગર સેવાકેન્દ્ર ઇન્ચાર્જ બ્રહ્માકુમારી કૈલાશદીદી જેવા મહાનુભાવો યુગલોને પ્રેરણાદાયી ઉદબોધન, પ્રાસંગિક પ્રવચન, મંગલ ઉદબોધન અને આશીર્વચન આપશે.
આ મહાસંમેલનમાં બ્રહ્માકુમારી સંસ્થાના ૧૬૦૦ જેટલાં તપસ્વી યુગલમૂર્ત આત્માઓ, આમંત્રિત મહેમાનો અને બ્રહ્માકુમારી સેવાકેન્દ્રોના રાજયોગી ભાઈ-બહેનો  ૪,૦૦૦ ની વિશાળ સભામાં ઉપસ્થિત હશે. જેમાં ૧૦૫ થી વધુ શહેર / નગરના  સેવાકેન્દ્રો અને ૪૦૦ જેટલાં ગામોની રાજયોગ ગીતા પાઠશાળાઓના ભાઈ બહેનો ભાગ લેશે
આ પવિત્ર યુગલમૂર્ત આત્માઓ પરમાત્માના ઈશ્વરીય જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવીને વ્યક્તિ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનના ઈશ્વરીય કર્તવ્યમાં તન, મન અને ધનથી સહયોગી બનેલ છે. ભારતની પાવન ભૂમિ પર પુનઃ સુખમય સ્વર્ણિમ સંસારની સ્થાપના કરવાના ઉદ્દેશ્યને તેઓ સંપૂર્ણ સમર્પિત છે. વર્તમાન સમયમાં સમગ્ર દેશ અને વિશ્વના અતિ કલુષિત અને તમોપ્રધાન વાતાવરણમાં રહીને પણ  આ પવિત્ર યુગલમૂર્ત આત્માઓ સૌને તણાવ મુક્ત જીવન અને સુખ શાંતિમય પરિવાર માટે પ્રેરણામૂર્ત બનેલ છે. તેઓએ પોતાના ગૃહસ્થને મહેકતું ઉપવન બનાવેલ  છે.
મહાસંમેલનની વિવિધતા અને આકર્ષણમાં મહાનુભાવોનું મંગલદાયી ઉદબોધન, પેનલ ચર્ચા, આત્મ નિરીક્ષણ, સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ, મહોત્સવ સેલિબ્રેશન, પ્રેરણાદાયી અનુભવ, નૃત્ય નાટિકા, આશીર્વચન, પરમાત્માની યુગલો પ્રતિ પ્રેરણાની વિડિઓ કલીપ, કેન્ડલ લાઇટિંગ અને બ્રહ્માભોજન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *