Spread the love

અમદાવાદ, 07 મે, અપોલો કેન્સર સેન્ટર (ACC) અમદાવાદે જટિલ રોગ ધરાવતી અને ખૂબ જ ફેલાયેલા લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (Ph-પોઝિટિવ) મહિલા દર્દી પર કાઇમરિક એન્ટિજેન રીસેપ્ટર (CAR) ટી-સેલ થેરાપીથી સફળ સારવાર કરીને નોંઘપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
અપોલો કેન્સર સેન્ટર અમદાવાદના હેડ-ચીફ કન્સલ્ટન્ટ- હેમેટો ઓન્કોલોજી એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ  લેફ્ટનન્ટ જનરલ ડૉ વેલુ નાયરએ જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં આવો પ્રથમ જટિલ કેસ જોવા મળ્યો હતો.
એમણે જણાવ્યું કે‌ 48 વર્ષિય મહિલા દર્દીને અગાઉ ગત વર્ષે જુલાઇમાં નવી દિલ્હીમાં એલોજેનિક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીએ આંતરડામાં સમસ્યા, ગ્રાફ્ટ-વર્સસ-હોસ્ટ ડિસીસ(GVHD) અને ક્રોનિક લીવર પેરેન્ચાઇમલ રોગ સહિતની અસંખ્ય બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં મહિલાના શરીરમાં  ફરી રોગે ઉથલો માર્યો હતો અને વધુ તપાસ અને સારવાર માટે ACC અમદાવાદનો સંપર્ક કર્યો હતો. 
સંપૂર્ણ તપાસ બાદ દર્દીએ ઇમ્યુનોથેરાપી બાદ રાહત અનુભવી હતી, બાદમાં CAR-T થેરાપી આપવામાં આવી હતી. તેણીએ 7 મેના રોજ  CAR-T સેલ ઇન્ફ્યુઝન બાદ લિમ્ફોસાઇટ એફેરેસીસ કરાવ્યું હતું. મહિલાની સમગ્ર સારવાર અપોલો કેન્સર સેન્ટર અમદાવાદના ડૉ વેલુ નાયરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
કેસ અંગે વાત કરતા ડૉ નાયરે જણાવ્યું હતું કે, “દર્દીને ક્રોનિક લિવર ડિસીસ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બાદ બિમારીએ ઉથલો માર્યો હતો, અન્ય રોગોનો શિકાર હોવાથી CAR-T સેલ થેરાપીથી સારવાર કરવી પડકારજનક હતી. રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ કેસ હતો.  જેમાં તીવ્ર રીતે લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા ફેલાયેલું હતું. જેની સારવારમાં નોંધપાત્ર પ્રગતિ અમે દર્શાવી છે.” CAR-T સેલ થેરાપી પછી દર્દીમાં ગ્રેડ 1 સાયટોકાઇન રીલીઝ સિન્ડ્રોમ વિકસ્યો હતો. જેની સારવાર ખૂબ જ સાવચેતીથી કરવામાં આવી હતી. વધુમાં ડૉ નાયરે જણાવ્યું હતું કે, ”દર્દી એફેબ્રીલ અને હેમોડાયનેમિકલી સ્થિર છે. તેણીએ આગામી સમયમાં નિયમિત તપાસ કરાવવી પડશે. ”
અપોલો કેન્સર સેન્ટર ગુજરાત પ્રદેશના યુનિટ હેડ અને સીઓઓ શ્રીમાન નીરજ લાલે જણાવ્યું હતું કે, “આ સફળ CAR-T સેલ થેરાપી પ્રક્રિયા આધુનિક સારવાર પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે, અને જટીલ તબીબી કેસની સારવાર કરવાની અમારી ક્ષમતાને રજૂ કરે છે. દર્દીઓ માટે આવી અદ્યતન સારવાર લાવવા માટે અમારી ટીમના સમર્પણ અને કુશળતા પર અમને ગર્વ છે.”
આ નોંધપાત્ર સિદ્ધિ વિશ્વભરમાં કેન્સર સામે લડી રહેલા સંખ્યાબંધ લોકો માટે આશાનું કિરણ છે. અદ્યતન સંશોધન, નવીન ઉપચાર પદ્ધતિ અને હેલ્થકેર પ્રોફેશનલ્સની અતૂટ પ્રતિબદ્ધતાના મહત્વને દર્શાવે છે. 
મેડિકલ ઇનોવેશનમાં આ ઐતિહાસિકથી સિદ્ધિ અપોલો કેન્સર સેન્ટર અમદાવાદને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં મોખરે અને મજબૂત બનાવે છે. દર્દીઓની સંભાળ અને પરિણામોમાં સુધારો કરવા સાથે અપોલો કેન્સર સેન્ટર અમદાવાદ અદ્યતન તબીબી સારવાર અને પ્રક્રિયાઓ માટે વિસ્તાર કરવાનું ચાલુ રાખશે.