Ahmedabad, Gujarat, Apr 15, ગુજરાત માં અમદાવાદના સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના તમામ વોર્ડમાં કુલર લગાવી દર્દીઓને ગરમી માં રાહત આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે ઉનાળાની ગરમીમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે હોસ્પિટલે તમામ નોનએસી વોર્ડમાં એરકુલરની વ્યવસ્થા કરી છે. આ તમામ વોર્ડ માં કુલર્સને મોટા ભાગના બેડ એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહીલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડ માં આરામદાયક અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારે ગરમી ના કારણે પહેલાથી તકલીફ માં રહેલ દર્દીઓના સ્વસ્થ પર વધુ ખરાબ અસર ન થાય તે હેતુ થી આ વ્યવસ્થા કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ તમામ કુલર્સમાં નિયમીત સ્વચ્છતા જળવાય અને સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે અને ગંદુ પાણી ખાલી કરી સફાઇ કરવામાં આવે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
સિવિલ હોસ્પિટલ ખાતે અમે ફક્ત સારવાર જ નહીં, પરંતુ તમામ દર્દીઓ ને સાનુકુળ અને આરામદાયક વાતાવરણ મળી રહે અને તેમની ગુણવતાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છીએ.
