Spread the love

Ahmedabad, Gujarat Nov 22, આઇ.પી.ઓ. માં ઓછા રોકાણમાં વધુ નફો મેળવવાની લાલચ આપી જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઇન નાણા મેળવી લઇ USDT માં કન્વર્ટ કરી વિદેશ મોકલી છેતરપીંડી કરતી ગેંગના હૈદરાબાદના આરોપીની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

સાયબર ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર ખાતે ફરીયાદીએ અત્રે આવી પોતા ફરીયાદ હકીકત જાહેર કરેલ કે તેઓને અજાણ્યા વોટ્સએપ મોબાઈલ નંબરોથી શેર માર્કેટમાં રોકાણ, કરવા માટેના ગ્રુપ Globe Capital-15 માં લીંક દ્વારા એડ કરી ગ્રુપમાં જુદા-જુદા IPO તથા બ્લોકડીલ ની માહીતી મોકલી તેમાં નાણાં રોકાણ કરાવવા સારુ GLOBESESLTD નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવા સારૂ એક ફોર્મ ઓપન કરાવી તેમાં બેંક એકાઉંટ નંબર તથા આધાર કાર્ડ તથા પાનકાર્ડ તેમનો ફોટો અપલોડ કરાવી ફોર્મ ભરાવી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી વ્હોટ્સએપ તેમજ એપ્લીકેશન દ્વારા રૂપીયા સાત કરોડથી વધારેની રકમ નફા સાથે દેખાડી ઓનલાઇન જુદા જુદા બેંક એકાઉન્ટ માં નાણા ભરાવડાવી કુલ રુપિયા ૮૩,૫૬,૯૫૯/- ની છેતરપીંડી કરવા બાબતની ફરીયાદ જાહેર કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૧૦૬૭૨૪૦૧૩૮/૨૦૨૪ ધી ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯(૨),૬૧(૨) તથા ધી આઈ.ટી.એક્ટની કલમ- ૬૬(ડી) મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.

જે ગુન્હાની તપાસ દરમ્યાન ટેકનિકલ એનાલિસિસ કરતા તેમજ હ્યુમન ઇંટેલીજંન્સ દ્વારા આરોપીઓએ ફરીયાદી પાસેથી ઓનલાઇન મેળવી લીધેલ નાણા જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ભારતીય ચલણને USDT માં કન્વર્ટ કરી નાણા વિદેશ મોકલી છેતરપીંડી કરવામાં આવતી હોવાનું જણાઇ આવતા જે બાબતે જરુરી માહીતી મેળવી ટેકનિકલ સોર્સ મારફતે આરોપીઓની તપાસ કરતા તેલંગણા રાજ્યના હૈદરાબાદ ખાતે રહેતા આરોપી (૧) સ્વામી અય્યપ્પા નરાવુલા સન/ઓફ અપ્પારાવ, ઉ.વ.૪૨, હાલ રહે. નલ્લાકુંટા, હૈદરાબાદ, તેલંગણા, મુળ રહે. માધવરમ, વેસ્ટ ગોદવરી, આંન્ધ્ર પ્રદેશ તથા (૨) વેંકટેશવરલુ ઉર્ફે વેન્કી સન/ઓફ ધનુન્જયા સમુદ્રલા ઉ.વ.૫૨, ધંધો-

ટ્રેડીંગનો, રહે. ફ્લેટ નં.૧૦૧, શ્રીલક્ષ્મી એન્કલેવ, રોડ નં.૩, સદગુરુ નગર, ઓરેન્જ હોસ્પિટલ સામે, એલ.બી.નગર, ચિંતલકુંટા, કે.વી.રંગારેડ્ડી, હૈદરાબાદ, તેલંગણા ની ઉપરોક્ત ગુન્હામાં ધરપકડ કરેલ છે.

આ આરોપીઓ ગુનામર્મા સંડોવાયેલ અન્ય આરોપીઓ પાસેથી છેતરપીંડીથી ઓનલાઇન મેળવી લીધેલ નાણા વિદેશમાં રહેતા આરોપીઓ સાથે ચેટીંગ કરી ઇન્ડીયન કરન્સીને USDT માં કન્વર્ટ કરી નાણા વિદેશ મોકલી આપવાનું કામ કરતા હતા. આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ કામ કરી રહેલાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવેલ છે. આરોપીઓ દેશના આર્થિક રીતે નબળા વર્ગના માણસોના નામે સેવીંગ/કરંટ બેંક ખાતા ખોલાવી ટ્રેડીંગના બહાને નાગરીકો સાથે પણ છેતરપીંડી આચરતા હોવાનુ જણાઇ આવેલ છે.

આરોપી નં. (૧) આરોપી અય્યપ્પા નરાવુલા સન/ઓફ અપ્પારાવે S.S.C સુધીનો અભ્યાસ કરેલ છે અને સને ૨૦૧૭ માં આર્મી માંથી નિવૃત્ત થયેલ છે. અને છેલ્લા ત્રણ વર્ષથી સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટો માં ટ્રેડીંગ નું કામ કરે છે.

આરોપી નં. (૨) વેંકટેશવરલુ ઉર્ફે વેન્કીએ M.Com સુધીનો અભ્યાસ કરેલ છે અને શેર બ્રોકીંગ, સ્ટોક માર્કેટ, કોમોડીટી માર્કેટ, ક્રિપ્ટોના ટ્રેડીંગનુ કામ છેલ્લા ૧૮ વર્ષથી કરે છે. ટ્રેડીંગની સાથે સાથે રીયલ એસ્ટેટ, ઇન્સ્યોરન્સ, તેમજ શ્રીનિવાસા પદ્માવતી કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદરાબાદના ડિરેક્ટર તરીકે ૨૦ વર્ષથી કાર્યરત છે. આરોપીએ બેંકના કુલ-૧૦૯ બેંક એકાઉન્ટનો ગુનાહિત પ્રવૃતિમાં ઉપયોગ કરેલ છે. જે બેંક એકાઉન્ટો વિરુધ્ધમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પોર્ટલ પર સમગ્ર ભારતમાં કુલ-૧૧૮૨ ઓનલાઇન કમ્પ્લેન નોંધાયેલ છે.

ઉપરોક્ત આરોપીઓ ની તપાસ દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના નીચે જણાવ્યા મુજબના બીજા ગુન્હાઓનુ ભેદ પણ ઉકેલવામાં આવેલ છે.