Spread the love

Ahmedabad, Nov 21, Gujarat ના અમદાવાદ શહેર ની સાયબર ક્રાઇમબ્રાંય ટીમે સિનીયર સીટીઝન નાગરીકને ડરાવી ધમકાવી વિડીયો કોલ કરી ડિઝીટલ એરેસ્ટ કરી ધમકીઓ આપી ભોગ બનનાર પાસેથી નાણા પડાવતી રાજસ્થાનની ગેંગના સભ્યોને પકડી પાડ્યા છે.
સાયબર ક્રાઇમબ્રાંય તરફ થી આજે જણાવવામાં આવ્યું કે સામાન્ય નાગરીકોને દિલ્હી પોલીસ, CBI જેવી બ્રાંચના ઉચ્ચ અધિકારીના નામે વાતચીત કરી તેઓના નામના આધારકાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવેલ હતું જેમાંથી બેંક એ.ટી.એમ. પાસપોર્ટ, એમ.ડી ડગ મળેલ છે જે બાબતે તેમના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થયેલ છે તેવુ જણાવી ભોગ બનનાર સિનીયર સીટીઝન નાગરીકને ડરાવી ધમકાવી તેમના વિરૂધ્ધ કોર્ટમાંથી એરેસ્ટ વોરંટ નિકળેલ છે તેવી હકીકત જણાવી તેમને વિડીયો કોલ કરી ડિઝીટલ એરેસ્ટ કરી ધમકીઓ આપી ભોગ બનનાર પાસેથી નાણા પડાવતી રાજસ્થાનની ગેંગના સભ્યોને પકડી પાડતી સાયબર ક્રાઇમબ્રાંય, અમદાવાદ શહેર.
ગઇ તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા સિનીયર સીટીઝન ફરીયાદીએ અત્રે આવી પોલીસ ફરીયાદ હકીકત જણાવેલ કે તેમને એક અજાણ્યા વ્યકતીઓએ વોટસઅપ ઉપર કોલ કરી પોતે દિલ્હી પોલીસમાંથી બોલતા હોવાની ઓળખ આપી. ફરીયાદીને તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવેલ હતુ જેમા ૧૬ પાસપોર્ટ, પ૮ એ.ટી.એમ કાર્ડ, ૧૪૦ ગ્રામ MDMA ડ્રગ્સ મળી આવેલ છે અને તેમા તેમની વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થયેલ છે અને કોર્ટે તેમના વિરૂધ્ધ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરેલ છે જેથી જો ફરીયાદીને તેમને તપાસમાં સાથ સહકાર નહી આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવાની અને પકડી એરેસ્ટ કરી લેશે તેવા પ્રકારની ધમકી આપી બાદમાં વોટસઅપ કોલ ઉપરથી દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરી તેમને ડીઝીટલ એરેસ્ટ કરી તેમનુ નિવેદન મેળવવાન નામે ફરીયાદી પાસેથી તેમના બેંકોના બેલેન્સની માહિતી મેળવી તે પૈસા વેરીફીકેશન માટે મોકલી આપવા માટે બળજબીરીથી જણાવી તેમજ ફરીયાદી જે પૈસા ભરશે તે વેરીફાઇ કરી પછી તરત પરત મળી જશે તેવી ખોટી હકીકત જણાવી તે બાબતે તેમનો વિશ્વાસ કેળવવા સી.બી.આઇ ના લોગો વાળા, દિલ્હી કોર્ટના નામના, આર.બી.આઇ ના સહિ સિક્કાવાળા બનાવેલ બનાવટી પત્રોના ફોટા મોકલી ફરીયાદીનો વિશ્વાસ કેળવી કુલ રૂપિયા ૧,૧૫,૦૦,૦૦૦/-(એક કરોડ પંદર લાખા બળજબરીથી ગંભીર ગુનામાં પકડી લેવાની ધમકી આપી મેળવી લઇ છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ આપેલ.
જેથી ઉપરોકત બાબતે અત્રે ફરીયાદ દાખલ થતા અને આરોપી બાબતે ટેકનીકલ માહિતી આધારે તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સી મારફતે તપાસ કરી આ ગુનો કરનાર આરોપીઓએ ફરીયાદીના પૈસા જે બેંક એકાઉન્ટમાં મેળવેલ તેના ધારકો અને આ ગુનાહીત પ્રવુતીના નાણા બેંકમાંથી વિડ્રો કરવામાં મદદગારી કરી આ ગુનાહીત પ્રવુતી સાથે સંકળાયેલ વેલ ઓર્ગેનાઇઝ રાજસ્થાનની ગેંગના સભ્યો (૧) શિવરાજ સ/ઓ રામનિવાસ જાટ રહે:- સાખોન જાટ વાસ, ખિવતાના, નાગૌર, રાજસ્થાન-૩૪૧૫૦૩તથા (૨) કમલેશકુમાર સ/ઓ મોહનલાલ બિશનોઇ રહેઃ- ગામ-ફુલન, જંબેશ્વર મંદિરની નજીક, તા.સમદડી, જી. બાલોતરા, રાજસ્થાન પિન.નં. ૩૪૪૦૪૪ (૩) નથુરામ સ/ઓ નિમ્બારામ જાટ રહે. ગામ-કુવાડખેડા, બડીખાટુ પોસ્ટ ઓફીસની નજીક, તા. જાયલ, જી. નાગૌર, રાજસ્થાન નાઓને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ,
જે આ ગુનામાં પકડાયેલ આરોપીઓમાં આરોપી (૧) શિવરાજ સ/ઓ રામનિવાસ જાટ નાઓએ ધોરણ-૯ સુધીનો અભ્યાસ કરેલ છે તથા (૨) કમલેશકુમાર સ/ઓ મોહનલાલ બિશનોઇ નાઓએ બી.એ સુધીનો અભ્યાસ કરેલ છે તથા આરોપી (૩) નથુરામ સ/ઓ નિમ્બારામ જાટ નાઓએ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરેલ છે.
જે ઉપરોકત ગુન્હામાં ફરીયાદી સાથે કુલ રૂપિયા: 1.15,00,000/-(એક કરોડ પંદર લાખ) ની છેતરપીંડી થયેલ. જે પૈકી રૂપિયા 63,60,642/- (ત્રેસઠ લાખ સાઠ હજાર છસો બેતાલીસ)તપાસ દરમ્યાન જુદા જુદા બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં આવેલ છે અને રૂપિયા 11,00,000/- રોકડા ધરપકડ કરેલ આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે. જે ફરીયાદીને પરત અપાવવા નામદાર કોર્ટ મારફતે કાર્યવાહી કરવામાં આવેલ છે.
જે ઉપરોકત આરોપીઓના નામદાર કોર્ટ પાસેથી રીમાન્ડની માંગણી કરતા આરોપીઓના નામદાર કોર્ટ તરફથી તા.૨૯/૧૧/૨૦૨૪ સુધી દિન-૯ પોલીસ કસ્ટડી રીમાન્ડ આપેલ હોય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.