Ahmedabad, Sep 18, દિનકરરાય કેશવલાલ વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન ૨૧ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૧ સપ્ટેમ્બર, શનિવારે, સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સ્વ. શ્રીમતી સુશીલાબેન અને સ્વ. શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, પક્ષીવિદ્દ, ખગોળવિદ, પ્રકૃતિવિદ્દ દિનકરરાય કેશવલાલ વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
‘ચૂડામણિ’ અંતર્ગત મીનપિયાસીનાં જીવન-કવન વિશે સાહિત્યકાર હર્ષદ ત્રિવેદી વક્તવ્ય આપશે. આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
