~ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાન ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
Ahmedabad, Gujarat,July 15, ગુજરાત ના અમદાવાદમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મુકામે “વંદે માતરમ્” ગીતનાં 150 વર્ષ પૂર્ણ થતા આજે સાર્ધ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી.
દેશનાં ગૌરવ ગીત ‘વંદે માતરમ્’નાં 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પ્રસંગે રાજ્યનાં વિવિધ શહેરોમાં ‘વંદે માતરમ્’ સપ્તાહની યાત્રાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કશ્યપ સભાગૃહ ખાતે “વંદેમાતરમ્’ રચના વિશે શોધયાત્રાની અસરકારક રજૂઆત થઈ.
જેમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. ડો. અમીબહેન ઉપાધ્યાય તેમજ પુણેથી સંશોધક મિલિંદ સબનીસ રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના પ્રમુખ હર્ષદ યાજ્ઞિક અને મહામંત્રી ઋત્વિબેન પટેલે તેમજ ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના ડૉ. હિતેશભાઇ પટેલ તેમજ પ્રા.ચિરાયુ પંડિત ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆતમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વિદ્યાલક્ષી વિવિધ કામગીરી વિશે દસ્તાવેજી માહિતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આ ગૌરવ ગીત ‘વંદે માતરમ્’ની રચના 1875માં કરી હતી. વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, તે રાષ્ટ્રને એક તારમાં પરોવનાર સંદેશ છે.આ ગીતના ઈતિહાસ તેમજ મહત્વ વિશે સંશોધક મિલિંદ સબનીસની ટીમ દ્વારા ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવી . આ કાર્યક્રમમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો સમગ્ર વિદ્યાપરિવાર જોડાયો હતો.
