Spread the love

Ahmedabad, Gujarat, Mar 03, ગુજરાત નાં અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ અંતર્ગત ડૉ.નરેશ વેદએ  પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા વિવેચક, સંશોધક, અનુવાદક, ચરિત્રકાર નરેશ વેદના ૭૮મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું .
‘શબ્દજયોતિ’ અંતર્ગત ડૉ.નરેશ વેદએ  પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
નરેશ વેદ : મારા કુલપતિ કાર્યકાળ દરમ્યાન અને શિક્ષણના વર્ષો દરમ્યાન મને તેજસ્વી વિદ્યાર્થીઓ ને મળ્યો એનો આનંદ છે.હવે હું સમાજ માટે કામ કરતી સંસ્થાઓ માટે સમય ફાળવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *