Ahmedabad, Gujarat, Jan 09, ગુજરાતના અમદાવાદ ખાતે 11મી જાન્યુઆરી ના રોજ મફત મેડિકલ કેમ્પ અને ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રક્ટીશનર્સ એસોસિએશન ડૉક્ટર સેમિનાર નુ આયોજન કરવામાં આવશે.
ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રક્ટીશનર્સ એસોસિએશન નેશનલ પ્રેસિડેન્ટ હર્ષ મૌર્ય એ જણાવ્યું કે અમારું એસોસિએશન 1998 ની સાલથી ઇલેક્ટ્રો હોમિયોપેથી ના પ્રચાર પ્રસાર અને તેના વિકાસ માટે નાના-મોટા મફત સારવાર કેમ્પો તેમજ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરીને જનતા જનાર્દનની સેવા કરી રહ્યુ છે.
શ્રી મૌર્યએ જણાવ્યું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ, વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે. મોર્ડન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર આ પદ્ધતિ દ્વારા શક્ય છે.
આ સારવાર પદ્ધતિના જનક ડોક્ટર કાઉન્ટ સીઝર મૈટી સાહેબ ના 216 માં જન્મદિવસની ઉજવણીની નિમિત્તે અમે એકવાર ફરી એક વિશાળ મફત નિદાન અને સારવાર કેમ્પ તેમજ પ્રશિક્ષણ શિબિર નુ આયોજન કરવા જઈ રહ્યા છીએ. જેની વિગત નીચે મુજબ છે.
એમણે જણાવ્યું કે આ સારવાર કેમ્પમાં 1000 કરતા પણ વધુ દર્દીઓની બીમારીઓ નું મફત નિદાન કરી ઇલેક્ટ્રો હોમિયોપેથિક દવાઓ પણ મફત આપવામાં આવશે.
પ્રશિક્ષણ શિબિરમાં (સેમિનાર) માં આખા ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોમાંથી લગભગ 400 જેવા ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સકો હાજરી આપશે.
આ શૈક્ષણિક સેમિનારમાં ઇલેક્ટ્રો હોમિયોપેથી માં પ્રેક્ટિસ, માર્ગદર્શન તેમજ રોગો ઉપર સારવાર વિશે પ્રશિક્ષણ આપવામાં આવશે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આદેશ સંખ્યા V.25011/276/2009-HR ના આધારે સમસ્ત ભારતમાં ઇલેક્ટ્રો હોમીપેથીનું પ્રચાર પ્રસાર શિક્ષણ તેમજ પ્રેક્ટિસ કરી શકાય છે.