Dakor, Gujarat, May 27, ગુજરાત ના ખેડા જિલ્લા ના ડાકોર ખાતે ગુજરાત પત્રકાર સંઘની કારોબારી મીટિંગ યોજાઈ.
ગુજરાત પત્રકાર સંઘની કારોબારી મીટિંગ તથા ડાકોરના વરિષ્ઠ પત્રકાર નીતિન ખંભોળજા ની ગુજરાત પત્રકાર સંઘમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થતા સન્માન સન્માન કાર્યક્રમ શ્રી દંડી આશ્રમ, ડાકોરમાં યોજાયો હતો.
પ્રારંભમાં સૌ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્વાગતપ્રવચન સંઘના પ્રમુખ બી. આર. પ્રજાપતિ એ કર્યું હતું અને સંઘની પ્રવૃત્તિઓનો અહેવાલ મહામંત્રી નટુભાઈ ભટ્ટે આપ્યો હતો.
આ પ્રસંગે આશિર્વચન આપતાં આશ્રમના મહંત વિજયદાસજી એ જણાવ્યું કે પત્રકારોનુ સમાજ ઘડતરમાં બહુ મહત્વનું સ્થાન છે અને લોકશાહીમાં ચોથી જાગીર ગણવામાં આવે છે. સરકારના સારા પાસાને ઉજાગર કરવા અને ભૂલો કરે તેને નિઃસંકોચ પ્રજા સમક્ષ મુકવી અને પ્રજાના પ્રાણપ્રશ્નોને વાચા આપવાનું કાર્ય નિર્ભયતાથી રજૂ કરવાનું કર્તવ્ય પત્રકારોનું છે. ગુજરાત પત્રકાર સંઘ આ કાર્ય ખૂબ નીડરતાથી કરી રહ્યું છે તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડાકોરના જાગૃત અને નિર્ભય પત્રકાર નીતિન ખંભોળજાનું શાલ અને પુષ્પગુચ્છ આપી મહંત વિજયદાસજી એ સન્માન કર્યું હતું.
સંઘના પ્રમુખશ્રી બી. આર. પ્રજાપતિ, ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડાકોરના આચાર્ય કિરીટભાઈ શાહ, ભવન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ આઈ. કે. પાઠક, ડો. આર. એમ. પટેલ તેમજ લાયન્સ ક્લબના પૂર્વ સેક્રેટરી જયદીપસિંહ ડાભીએ મોમેન્ટો, શાલ તેમજ પુષ્પગુચ્છ થી અર્પણ કરી નવનિયુક્ત ઉપપ્રમુખ શ્રી નીતિન ખંભોળજાનું સન્માન કર્યું હતું.
આ બેઠકમાં સંઘના ઉપપ્રમુખ નિખિલ શાહ, જગદીશ બ્રહ્મભટ્ટ(દહેગામ),જયેશ પી. વ્યાસ (વિસનગર )તથા જાણીતા સાહિત્યકાર પરીક્ષિત જોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન જયદીપસિંહ ડાભીએ અને
