Spread the love

Surat, Gujarat, Mar 01, ગુજરાત નાં સુરત માં આજે રાત્રે રાહુલ કંથારિયા દ્વારા પ્રાયોગિક પપેટ નાટક “ચરણ કન્યા” પ્રસ્તૃત્ત કરાયું.
ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશન તરફ થી જણાવવામાં આવ્યું કે, દ્રશ્ય કલાના પૃષ્ઠભૂમિમાંથી આવતા રાહુલ કંથારિયા વર્ષ ૨૦૦૯ થી રંગભૂમિ અને લલિત કલાનો અભ્યાસ કરી રહ્યા છે. રાહુલ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રના અગ્રણી લેખકો અને કવિઓની યાદીમાં સ્થાન ધરાવતા ઝવેરચંદ મેઘાણીની અમર રચના “ચારણ કન્યા” થી પ્રેરીત થઈને તેજ નામનું પ્રાયોગિક પપેટ નાટક આજે રાત્રે ૮:૦૦ વાગ્યે રજુ કર્યું.
આ પ્રાયોગિક નાટક સાથે રાહુલની પ્રસ્તૃત્તિ “ચારણ કન્યા” ઝવેરચંદ મેઘાણીની રચનાને વિસ્તૃત રીતે રજુ કરી તેમજ પોતાના આગવા અભિગમ અને નવીન અભિવ્યક્તિ થકી પ્રસ્તુતિમાં નવો પ્રાણ પુરયા. આ પ્રસ્તુતિ થકી રાહુલ, મેઘાણીની અમર રચનાનું સન્માન કરવાની સાથે પરંપરાગત સાહિત્ય અને પ્રાયોગિક રંગભૂમિ વચ્ચે સેતુ બાંધવાનો પ્રયત્ન કર્યો છે.