Spread the love

Ahmedabad, Gujarat, Jan 05, સંત સાહિત્યપર્વ’ના પાંચમા-અંતિમ દિવસે રવિવારના રોજ સંત ‘ગંગાસતી’ વિશે વસંત ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે નાથાલાલ ગોહિલે મનનીય વક્તવ્ય આપ્યું.
સંચાલનક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૧થી ૦૫ જાન્યુઆરી,૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંત સાહિત્યપર્વ’નું આયોજન કરવામાં આવ્યું.
‘સંત સાહિત્યપર્વ’ના પાંચમા-અંતિમ દિવસે ૦૫ જાન્યુઆરી, રવિવારના રોજ સંત ‘ગંગાસતી’ વિશે વસંત ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે નાથાલાલ ગોહિલે મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
‘સંત સાહિત્યપર્વ’ના આ પ્રથમ વર્ષે આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે 1 થી 5 જાન્યુઆરી સુધી ‘સંત સાહિત્યપર્વ’ની ઉજવણી કરવી એવો ઓમ કોમ્યુનિકેશન સંસ્થાએ સંકલ્પ જાહેર કર્યો.
વસંત ગઢવી : ગંગાસતીનો ક્ષત્રિય કુળમાં જન્મ.એક આદર્શ ગૃહસ્થ જીવન જીવીને મહાન કામ કર્યા અને હરિ નામની હાટડી કરી છે.વાણીની પ્રભાવકતા અને અર્થસભર નોંધનીય છે.ક્રાંતિકારી વિચારો કેટલાયે વર્ષો પહેલાં ગંગાસતીએ આપ્યા છે.
નાથાલાલ ગોહિલ : સંત લોયણનો સૌરાષ્ટ્રમાં 1689માં જન્મ.નાનપણથી જ ઘરમાં ભજનનું વાતાવરણ મળેલ.શેલરશી લોયણના ગુરુ.શેલરશી પૂર્વાશ્રમમાં રાજવી હતાં. લોયણે ભજનમાં ભક્તિનો કઠિન માર્ગ બતાવ્યો છે.લોયણે ભજન આરાધ આપ્યાં છે.યોગ સાધનાને કારણે લોયણ યોગિની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *