~A ‘Gandhi Katha’ was organised in Ahmedabad on the 158th birth anniversary of Mahatma Gandhi, featuring a narration of his life and musical presentations of his favourite compositions.
Ahmedabad, Gujarat, Oct 02 (VNI): અમદાવાદમાં મોહનદાસ કરમચંદ ગાંધીના ૧૫૮મા જન્મદિનપ્રસંગે ‘ગાંધીકથા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત વિદ્યાસભાના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે સાંજે ૦૫:૩૦ કલાકે ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ, એચ. કે. કોલેજ હૉલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
‘ગાંધીકથા’ અંતર્ગત જાણીતા સાહિત્યકાર યોગેન્દ્ર પારેખે કથાના માધ્યમથી ગાંધીજીના જીવન અને કવનનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રમેશભાઈ બારોટ અને મીમાંસા પારેખે ગાંધીજીની ગમતી રચનાઓની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી. ગુજરાત વિદ્યાસભાના મુખ્ય વહીવટદાર ધીરેન અવાશિયાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમમાં ગાંધીજીની ગમતી રચનાઓ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ (નરસિંહ મહેતા), ‘જંગ ભારતી તણો સુકાની…’ (ફૂલચંદભાઈ), ‘મન રે! મન કઠણ કરજે છાતી રે!’ (નારાયણ દેસાઈ), ‘કોઈથી અમે ડરીએ ના…’ (નારાયણ દેસાઈ), ‘એનું જીવનકાર્ય અખંડ તપો…’ (જુગતરામ દવે) અને ‘હરિનો હંસલો…’ (બાલમુકુંદ દવે) રજૂ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નહોતી. VNI NEWS, Gandhi Katha, Mahatma Gandhi, Mohandas Karamchand Gandhi, Gandhi Jayanti, Ahmedabad, Gujarat Vidyasabha, Om Communication, Yogendra Parekh, Gandhi favourite compositions, Gandhi Katha Ahmedabad, Mahatma Gandhi 158th birth anniversary, Gandhi Jayanti Ahmedabad, Gujarat Vidyasabha, Yogendra Parekh, VNINews, VNINews.com
