Gandhinagar, Oct 18, Gujarat ની ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર-૩ ખાતે સરકારી દવાખાનામાં આજ રોજ અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર(આયુષ્યમાન આરોગ્ય મંદિર) નો શુભાંરભ કરવામાં આવ્યું.
ગાંધીનગર મહાનગરપાલિકા જણાવવામાં આવ્યું કે મેયર મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડે.મેયર, સ્ટેંન્ડીગ ચેરમેન, શાસકપક્ષના નેતા, કોર્પોરેટરઓ, મહામંત્રી ગૌરાંગભાઇ પટેલ તથા વોર્ડના પદાધિકારી અને નાગરીકોની ઉપસ્થિતિમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર નો શુભાંરભ કરવામાં આવેલ.
મેયર દ્વારા આ પ્રસંગો સેક્ટર-૩ તથા સેક્ટર-૩ ન્યુના નાગરીકોને ઘર આંગણે તદ્દન નિશુલ્ક આરોગ્ય સેવાઓ મળશે તેમ જણાવેલ. વધુમાં આરોગ્ય સેવાઓ સાથે તેઓને વધુમાં નાગરીકોને આની જાણ થાય અને તો દ્વારા કરવામાં આવતા પ્રાઇવેટ ડોક્ટરના ખર્ચમાં ઘટાડો થશે.
આ સેન્ટર ખાતે બલ્ડ પ્રેશર,ડાયાબીટીશ તથા અન્ય સામાન્ય લક્ષણો ધરાવતા રોગોની સારવાર ડોક્ટર દ્વારા મળશે.આ દવાખાનાનો સમય સવારે ૦૯૦૦ થી ૦૧૦૦ તથા સાંજે ૦૫૦૦ થી ૦૮૦૦ વાગ્યા સુધીનો રહેશે.
