Mumbai, Maharashtra, Apr 11, એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ. 93,736ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યો અને ચાંદીના વાયદામાં રૂ. 1049નો ઉછાળો.
MCX તરફ થી આજે ડેઈલી માર્કેટ રિપોર્ટ માં જણાવવામાં આવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 129805.06 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 22689.99 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 107113.59 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21425 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1988.83 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18022.18 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 92463ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 93736ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ. 92463 બોલાઈ, રૂ. 92033ના આગલા બંધ સામે રૂ. 1425ના ઉછાળા સાથે રૂ. 93458 થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 1547 વધી રૂ. 74683ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 175 વધી રૂ. 9355ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1421 વધી રૂ. 93067 થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 92450ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 93470 અને નીચામાં રૂ. 92000ના સ્તરને સ્પર્શી, રૂ. 91618ના આગલા બંધ સામે રૂ. 1618 વધી રૂ. 93236ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 92000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 92961 અને નીચામાં રૂ. 92000ના મથાળે અથડાઈ, રૂ. 91595ના આગલા બંધ સામે રૂ. 1049ના ઉછાળા સાથે રૂ. 92644ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 1054 વધી રૂ. 92750ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 1067 વધી રૂ. 92753ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2336.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 10.5 વધી રૂ. 837.7ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 2.75 વધી રૂ. 255.35 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ. 1.95 વધી રૂ. 235.85ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 55 પૈસા વધી રૂ. 177.9 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2360.35 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5173ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5268 અને નીચામાં રૂ. 5140ના મથાળે અથડાઈ, રૂ. 5169ના આગલા બંધ સામે રૂ. 20 વધી રૂ. 5189 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 17 વધી રૂ. 5189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 90 પૈસા ઘટી રૂ. 302.2 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 90 પૈસા ઘટી રૂ. 302.4ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 918.1ના ભાવે ખૂલી, રૂ. 13.3 વધી રૂ. 925.5ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13294.86 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4727.32 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1629.67 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 253.77 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 54.80 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 398.04 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1209.78 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1150.57 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.59 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 22297 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39460 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9199 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 89181 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 4063 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 26031 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44663 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 154406 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 23747 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16289 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21361 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21475 પોઇન્ટના સ્તર અને નીચામાં 21354 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 327 પોઇન્ટ વધી 21425 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 9.5 વધી રૂ. 141ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા વધી રૂ. 13.45 થયો હતો.
સોનું એપ્રિલ રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 639 વધી રૂ. 1360ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 93000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 493.5 વધી રૂ. 2103.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.72 વધી રૂ. 19ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 35 પૈસા વધી રૂ. 2.49 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 5.9 ઘટી રૂ. 157 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.2 વધી રૂ. 15.35ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ. 90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 202.5 ઘટી રૂ. 767 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 465 ઘટી રૂ. 1906ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ. 830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 8.41 ઘટી રૂ. 11.05 થયો હતો. જસત એપ્રિલ રૂ. 240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 86 પૈસા વધી રૂ. 1.25ના ભાવે બોલાયો હતો.
