Mumbai, Maharashtra, Apr 10, ભારતના એલએનજી અને ઇલેક્ટ્રિક પાવર્ડ હેવી કોમર્શિયલ ટ્રકોના એકમાત્ર ગ્રીન લોજિસ્ટિક્સ ઓપરેટર એવા એસ્સાર ગ્રુપની ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સ લિ.એ ભારતમાં હેવી ટ્રકિંગના ડીકાર્બોનાઇઝેશનને વેગ આપવા માટે $275 મિલિયનના ઇક્વિટી રોકાણની જાહેરાત કરી છે.
એસ્સારના ડિરેક્ટર અંશુમાન રૂઈઆએ આજે જણાવ્યું કે આમાં નિખિલ કામથનું $20 મિલિયનનું રોકાણ પણ સામેલ છે, જે ભારતના ગ્રીન લોજિસ્ટિક્સ ટ્રાન્સફોર્મેશન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે.
ગ્રીનલાઈનનો ઉદ્દેશ્ય ભારતના પરિવહન ક્ષેત્રને ડીકાર્બોનાઇઝ કરવાનો છે, જેનો દેશના કુલ કાર્બન ઉત્સર્જનમાં લગભગ 15% ફાળો છે. આ ભંડોળ દ્વારા 10,000થી વધુ એલએનજી અને ઇવી ટ્રકો, 100 એલએનજી રિફ્યુઅલિંગ સ્ટેશનો, ઇવી ચાર્જિંગ સ્ટેશનો અને બેટરી સ્વેપિંગ સુવિધાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્કની સ્થાપના કરાશે. આ પહેલનો ઉદ્દેશ્ય વાર્ષિક 1 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે.
ભારતનું રોડ લોજિસ્ટિક્સ ક્ષેત્ર, જેમાં પહેલેથી જ 4 મિલિયનથી વધુ ટ્રકો કાર્યરત છે અને જે સતત વધી રહ્યું છે, તે દેશના સૌથી વધુ કાર્બન-સઘન ઉદ્યોગોમાંનું એક છે. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના ભારત સરકારના મહત્વાકાંક્ષી ધ્યેય સાથે સુસંગત, ગ્રીનલાઈન સ્વચ્છ અને વધુ સસ્ટેનેબલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતના હેવી-ડ્યુટી વ્હીકલ (HDV) ફ્લીટને LNG અને EV ટ્રકોમાં રૂપાંતરિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપની ડીઝલ ટ્રકોની સમકક્ષ ખર્ચે તેની લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વિના કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે.
ગ્રીનલાઈનના એલએનજી-સંચાલિત ટ્રકો CO₂ ઉત્સર્જનમાં 30% સુધીનો ઘટાડો કરે છે, જેના કારણે સસ્ટેનેબિલિટીના લક્ષ્યોને હાંસલ કરવા માંગતા કોર્પોરેટ્સ માટે ગ્રીનલાઈન એક વિશ્વસનીય ભાગીદાર બને છે. કંપનીના 650 થી વધુ એલએનજી ટ્રકોની વર્તમાન ફ્લીટ FMCG અને ઇ-કોમર્સ, મેટલ્સ એન્ડ માઇનિંગ, સિમેન્ટ, ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ્સ વગેરે જેવા ઉદ્યોગોમાં મોટી કંપનીઓને સેવા આપે છે. આ ફ્લીટે અત્યાર સુધીમાં 38 મિલિયન કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે, જેમાં 10,000 ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.
એસ્સારના ડિરેક્ટર અંશુમાન રૂઈઆએ જણાવ્યું હતું કે “ભારતના હેવી ટ્રકિંગ ઉદ્યોગમાં આ અતિ મહત્વના પરિવર્તન અંગે અમે ખુબ ઉત્સાહિત છીએ. અમે આને માત્ર ગ્રીન મોબિલિટી ઇકોસિસ્ટમ બનાવવા માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં અમારી ઇલેક્ટ્રિક ટ્રકોને પાવર આપવા માટે સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાં રોકાણ કરવાની તક તરીકે પણ જોઈએ છીએ. આ સંકલિત અભિગમ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો, ઉર્જા આયાતમાં ઘટાડો અને ભારતને વધુ સસ્ટેનેબલ, ઉર્જા-સુરક્ષિત ભવિષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.”
ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સ લિ.ના સીઈઓ આનંદ મીમાણીએ જણાવ્યું હતું કે, “ગ્રીનલાઈન શરૂઆતથી જ ભારતના હેવી ટ્રકિંગ ઉદ્યોગને ડીકાર્બોનાઇઝ કરવામાં મોખરે રહી છે, અને તેમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. આ ક્ષેત્રમાં અગ્રણી હોવાને કારણે, આ રોકાણ અમને ભારતના રોડ લોજિસ્ટિક્સ ક્ષેત્રને પરિવર્તિત કરવાના અમારા વિઝનની વધુ નજીક લાવે છે. અમે ઇન્ડિયા ઇન્ક.ને આ વિકસતા જતા લેન્ડસ્કેપને સ્વીકારવા અને બધા માટે હરિયાળા અને વધુ સસ્ટેનેબલ ભવિષ્ય તરફના પરિવર્તનને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરીએ છીએ.”
રોકાણકાર અને ઉદ્યોગસાહસિક નિખિલ કામથે જણાવ્યું હતું કે “લોજિસ્ટિક્સ ઉદ્યોગને વધુ ઝડપથી, સ્વચ્છ અને સ્માર્ટ રીતે વિકસિત થવાની જરૂર છે. ગ્રીન મોબિલિટી માત્ર એક વલણ નથી; તે અનિવાર્ય ભવિષ્ય છે. ગ્રીનલાઈનને સમર્થન આપવું એ તેના ભવિષ્ય પરનો અમારો વિશ્વાસ છે, જ્યાં સસ્ટેનેબિલિટી અને કાર્યક્ષમતા એકસાથે ચાલે છે. વધુને વધુ કંપનીઓએ આગળ આવી અને ગ્રીન ટેક્નોલોજી અપનાવવાની અને મોટા પાયે માલસામાનની હેરફેરની આપણી હાલની પદ્ધતિ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. કારણકે હકીકત એ આ પરિવર્તન થઈ રહ્યું છે — તમારી સાથે કે તમારા વિના પણ.”
ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સ લિ. વિશે: એસ્સાર ગ્રુપની ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સ લિ., એલએનજી અને ઇલેક્ટ્રિક પાવર્ડ હેવી કોમર્શિયલ ટ્રકોના દેશના સૌથી મોટા ઓપરેટર છે. કંપની લાંબા અંતરના પરિવહન માટે એલએનજી-સંચાલિત ટ્રકો અને ટૂંકા અંતરની કામગીરી માટે ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) ચલાવે છે. તેની પેટાકંપની અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિ. દ્વારા, ગ્રીનલાઈન તેની ગ્રીન લોજિસ્ટિક્સ સોલ્યુશન્સને ટેકો આપવા માટે એલએનજી રિફ્યુઅલિંગ સ્ટેશનોનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક પણ બનાવી રહી છે. અદ્યતન તકનીકો અને ટકાઉ પ્રથાઓને એકીકૃત કરીને, ગ્રીનલાઈન ભારતના પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રો માટે સ્વચ્છ, વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને જવાબદાર ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
