Spread the love

Ahmedabad, Sep 12, Gujarat ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ગ્રીન હાઈડ્રોજન વર્કશોપ આયોજિત કરવામાં આવ્યું.
GTU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે 06 થી 09 સપ્ટેમ્બર દરમિયાન હાઇડ્રોકાર્બન સેક્ટર સ્કીલ કાઉન્સિલ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહયોગથી ગ્રીન હાઈડ્રોજન વર્કશોપનું આયોજન કરાયું જેમાં 100 કરતાં વધુ વિદ્યાર્થીઓએ 32 કલાકનો એક ક્રેડિટનો તાલીમ કોર્સ પૂર્ણ કર્યો હતો.આ વર્કશોપ ઉર્જાનું ભવિષ્ય અને ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજી પર આધારિત હતો.
આ વર્કશોપમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના રિસર્ચ અને ડેવલપમેન્ટના ડાયરેક્ટ આલોક શર્માએ ભારતના નેટ ઝીરો લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે હાઈડ્રોજનની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાઈડ્રોજન માત્ર ગ્રીનહાઉસનું ઉત્સર્જન ઓછું કરવામાં જ મદદ કરશે અને ઈંધણની આયાતમાં પણ ઘટાડો કરશે.

ડો. તપન બેરા,ડીજીએમ, આઇ.ઓ. સી.ના ડેપ્યુટી જનરલ મેનેજર ડો.તપન રે દ્વારા ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ટેકનોલોજી-2, ઇલેક્ટ્રોલાઇઝર ટેકનોલોજી અને ઉત્પાદન પ્રક્રિયા તેમજ ગ્રીન હાઈડ્રોજન એડવાન્સ કોર્સ વિશે માહિતી આપવામાં આવી હતી.
સી.એચ.ટી.ના સલાહકાર ડો.એસ.એસ. ગુપ્તાએ ગ્રીન હાઈડ્રોજન સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન અંગ ચર્ચા કરી હતી અને તેની ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે તાતી જરૂરીયાત છે તેમ જણાવી તેના પર ભાર મૂક્યો હતો.
વર્કશોપમાં રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન નીતિ અને ભારતની ઊર્જા વ્યવસ્થા બદલવાનો અને તેના ભવિષ્ય વિશેની ચર્ચા આઈ.ઓ.સી.ના સિનિયર જનરલ મેનેજર રાજેશ બઢે દ્વારા કરવામાં આવી હતી.આ ઉપરાંત એનર્જી અને હાઇડ્રોજન લીડ ઇન્ડિયાના તજજ્ઞ દ્વારા ગ્રીન હાઈડ્રોજનનો વૈશ્વિક દ્રષ્ટિકોણ અને તેનો વ્યાપારી ઉપયોગ તેમજ હાઈડ્રોજન સ્ટોરેજ ટેકનોલોજી સલામતી પદ્ધતિઓમાં આવેલ અસરકારકતા એ વિશે માહિતી આપવામાં આવી.
ભારતમાં ગ્રીન હાઈડ્રોજન સ્કેલિંગ ઇકો સિસ્ટમ ની સવિસ્તાર માહિતી શ્રી એસ.કે બોસ દ્વારા આપવામાં આવી.તેમજ લિંડે ઇન્ડિયા લિમિટેડના બિઝનેસ ડેવલપમેન્ટ,  એસોસિયેટ ડિરેક્ટર આકાશ ગુપ્તા દ્વારા ગ્રીન હાઈડ્રોજન અમલમાં પડકારો અને તકો વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.ભારત ઝડપથી વૈશ્વિક ગ્રીન હાઈડ્રોજનના માર્કેટમાં અગ્રેસર બની રહ્યું છે ત્યારે દેશમાં ઉર્જાનું માળખું 2030 સુધીમાં નોંધપાત્ર રૂપે નવીનીકરણ સ્ત્રોતની દિશામાં આગળ વધવા પ્રયત્ન કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અનુસાર 2050 સુધીમાં ગ્રીન હાઈડ્રોજન વૈશ્વિક ઊર્જાની માંગ 12% પૂરી કરશે. જે કાર્બન ઉત્સર્જનમાં 20% ઘટાડો કરશે અને વૈશ્વિક રીતે $ 2.5 ટ્રીલીયન રોકાણોને ચલાવશે.
આ વર્કશોપ જી.ટી.યુ.ના પ્રયત્નનોથી આયોજિત કરવામાં આવ્યો હતો.જે આગામી પેઢીના વ્યવસાયિકોને આ  ટેકનોલોજીમા સક્ષમ બનાવવા માટે મજબૂત ક્ષમતા આપશે.
જી.ટી.યુ. દ્વારા વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપના છેલ્લા દિવસે ઔદ્યોગિક મુલાકાતનું આયોજન GERMI ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં  વિદ્યાર્થીઓને હાઈડ્રોજન પ્લાન્ટ્સની મુલાકાત કરાવવામાં આવી હતી અને હાઈડ્રોજન ઉત્પાદન અને  સ્ટોરેજની નવી ટેકનોલોજી વિશે પ્રયોગાત્મક જ્ઞાન આપવામાં આવ્યું હતું.
આ આયોજન અંગે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કુલપતિ ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે આ વર્કશોપમાં મેળવેલા જ્ઞાનનો ઉપયોગ તેમની ભવિષ્યની શૈક્ષણિક અને વ્યવસાયિક જીવનની કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે  રાજ્ય હાઈડ્રોજન મિશન અને મોદી સરકારના 2070 નેટ ઝીરો ઉત્સર્જન લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે રૂપિયા 19,744 કરોડનું બજેટ ગ્રીન હાઈડ્રોજન માટે ફાળવવામાં આવ્યું છે. કુલસચિવ ડો. કે. એન્ ખેરે પણ વર્કશોપ સફળ બનાવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ નવા સંશોધન અને ઇનોવેશન કરવા ઉપર  ભાર મૂક્યો હતો.આ વર્કશોપમાં એચ.એસ.એસ.સી., ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન,લિન્ડે ઇન્ડિયા,આરુપ અને , ટેકનીપ એનર્જી ઇન્ડિયા જેવા ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોએ યુનિવર્સિટીના સહયોગથી વિદ્યાર્થીઓને ગ્રીન હાઈડ્રોજન વિશે માહિતગાર કરી આ ક્ષેત્રમાં તેમને સંશોધન અને ઇનોવેશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *