~ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મહેસાણામાં “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત” કાર્યક્રમ યોજાયો, જેમાં યુવાનોને નશાથી દૂર રહી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા અપાઈ.

Mehsana, Gujarat, Aug 13 (VNI): ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના એન.એસ.એસ. વિભાગ દ્વારા વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમ અંતર્ગત “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત” કાર્યક્રમનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ (ITR), મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને “વિકસિત ભારત: 2047”ના વિઝન સાથે જોડીને સશક્ત, જવાબદાર અને જાગૃત નાગરિક બનવા માટે પ્રેરિત કરવાનો તેમજ નશાના દુષણથી થતી સામાજિક, શારીરિક અને માનસિક અસરો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલા “યુથ આઇકોન” નિસર્ગ રાઠોડ મુખ્ય અતિથિ અને વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશોની શ્રેણીમાં સ્થાન અપાવવાના સંકલ્પને સાકાર કરવા માટે યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને નશાથી દૂર રહી પોતાની ઊર્જા, પ્રતિભા અને ક્ષમતાનો સકારાત્મક દિશામાં ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.
સંસ્થાના આચાર્ય ડૉ. (પ્રો.) પી.ના. ભટ્ટે નશામુક્ત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શક અને પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું આયોજન GTUના સ્પોર્ટ્સ, કલ્ચરલ, NSS અને NCC વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું તથા સંચાલન GTU ITRના NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રેરક પટેલે કર્યું હતું.
GTUના ઇ.ચા. કુલપતિ ડૉ. વૈભવ ભટ્ટ અને કુલસચિવ ડૉ. કે.એન. ખેરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા GTU ITRના સ્ટાફ તેમજ NSSના સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. VNI NEWS, GTU, Nasha Mukt Yuva, Viksit Bharat 2047, GTU NSS, Youth Icon Nisarg Rathod, Mehsana, Gujarat Technological University, NSS, Youth Icon, Nisarg Rathod, Youth Awareness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *