Ahmedabad, Gujarat, Dec 16, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંલગ્ન ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મહેસાણા દ્વારા આજે પ્રિન્સિપાલ મીટ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું.
GTU તરફ થી જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમમાં ગુજ.પા.એ. એન્ડ રીસર્ચ ઈ.ના પ્રિન્સિપાલ ચિરાગ વિભાકર તથા અતિથિ વિશેષ તરીકે મહેસાણા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ દિનકર પટેલ, વાલ્મીકિ શાળા વિકાસ સંકુલના કન્વીનર રાજુ પટેલ, સાંદિપની શાળા વિકાસ સંકુલના કન્વીનર દિલીપ ચૌધરી, જિલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, આચાર્ય કલ્યાણ નિધિના કન્વીનર કનીભાઈ પટેલ,સંકલન સભાનાદિલીપ પટેલ તથા જિલ્લા પરીક્ષાનાં કન્વીનર મુકેશ પટેલ વગેરે અગ્રણીઓએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં આચાર્ય ચિરાગ વિભાકરે બે મહત્વના મુદ્દા ઉપર વાત કરી જેમાં સાયબર સુરક્ષાની જરૂરિયાતો તથા નવી શિક્ષણ નીતિ (NEP:2020) વિશે વિશેષ ચર્ચા કરી.આ કાર્યક્રમમાં 90 થી વધારે આચાર્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ સંયોજક પ્રો. ગૌરવ વ્યાસ, પ્રો. કેદાર બધેકા,પ્રો. અક્ષય રાઠોડ તથા કોલેજના સમગ્ર કર્મચારીઓના સહકારથી કરવામાં આવ્યું હતું.
આ સફળ આયોજન કરવા બદલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર તથા કુલસચિવ ડૉ. કે. એન ખેરે અભિનંદન પાઠવ્યા હતા.