Ahmedabad, Gujarat, Dec 12, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) અને SAC-ISRO (અમદાવાદ) દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 (સોફ્ટવેર એડિશન)ના 7મા સંસ્કરણનું ભવ્ય સમાપન સમારોહ આજે યોજાયો.
GTU તરફ થી જણાવવામાં આવ્યું કે AICTE અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં દેશભરમાંથી 15 રાજ્યોના તેજસ્વી યુવાનો જોડાયા હતા. તેમણે SAC-ISRO દ્વારા આપવામાં આવેલા વાસ્તવિક જીવનના પડકારો અને સમસ્યાઓનું ઉકેલ લાવવાના 36 કલાકના અભૂતપૂર્વ કોડિંગ મેરાથોનમાં ભાગ લીધો હતો.
GTU અને SAC-ISRO (અમદાવાદ) આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાના યજમાન તરીકે કામગીરી બજાવી હતી. સમાપન સમારોહની શરૂઆત પરંપરાગત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ આમંત્રિત માનનીય મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. GTU ના રજીસ્ટ્રાર ડૉ. કે. એન. ખેર સાહેબે હાજર જનસમૂહને સંબોધિત કરતાં વિદ્યાર્થીઓમાં નવીનતા અને સમસ્યા ઉકેલવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમના સફળતાનો પરિચય કરાવ્યો.
AICTE ના પ્રભાવશાળી પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતાં મિતેશ વડેર (NC હેડ, AICTE-MIC) એ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન દ્વારા પ્રદાન કરવામાં આવેલી પરિવર્તનાત્મક તકો વિશે માહિતી આપી.
શ્રીમતી સમ્પા રોય (સિનિયર સાયન્ટિસ્ટ એન્જિનિયર, SAC-ISRO) એ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન પ્રોગ્રામની યાત્રાનું વર્ણન કર્યું અને ભાગ લેનારા યુવાઓની સર્જનાત્મકતા અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી.
વિચારપ્રેરક ભાષણો શ્રીમતી નીતિના નાગોરી (IRS, ડેપ્યુટી ડિરેક્ટર, IN-SPACe) અને ડૉ. નીલેશ દેસાઈ (ડિરેક્ટર, SAC-ISRO, અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યા. તેઓએ રાષ્ટ્રીય અને વૈશ્વિક પડકારોનું ઉકેલ લાવવા માટે નવીનતાપ્રવૃત્તિઓ પર ભાર મુક્યો. મુખ્ય પ્રવચન શ્રીમતી મોના ખંધાર (IAS, પ્રિન્સિપલ સેક્રેટરી, સાયન્સ & ટેક્નોલોજી વિભાગ, ગુજરાત સરકાર) દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતાની શોધ જાળવી રાખવાની અને ટેક્નોલોજી અને નવીનતા દ્વારા સમાજમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
આ સમારંભમાં GTU અને SAC-ISROના ટીમના અનન્ય પ્રયાસો અને પાયાથી કામ કરનારા સ્વયંસેવકોની મહેનતનું સન્માન કરવામાં આવ્યું હતું.
પરિણામોની ઘોષણા અને ઇનામ વિતરણ શશિકાંત શર્મા (સાયન્ટિસ્ટ-G, SAC-ISRO) ના નેતૃત્વમાં કરવામાં આવ્યું. ટીમોએ નવીન ઉકેલો અને શ્રેષ્ઠ ટીમવર્ક માટે પ્રશંસા મેળવી.
પ્રતિભા અને પુરસ્કાર વિતરણ: આ કાર્યક્રમ માટે કુલ 48 ટીમોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 47 ટીમો, 314 વિદ્યાર્થીઓ (108 છોકરીઓ અને 206 છોકરાઓ) સાથે 36 કલાક સતત કામ કરી અને SAC-ISRO દ્વારા આપવામાં આવેલી 10 સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો.
તેમા, ત્રણ ટીમોને ટોચના વિજેતાઓ તરીકે પસંદ કરવામાં આવી, જ્યારે અન્ય ત્રણ ટીમોને સાંત્વન પુરસ્કારો આપવામાં આવ્યા. મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવા ના ભાગ રૂપે સંપૂર્ણ વિધાર્થિનીઓ ધરાવતી ટીમ માટે ખાસ ‘ નારી શક્તિ એવોર્ડ ‘ એનાયત કરવામાં આવ્યો હતો, તેમજ વિશિષ્ટ કામગીરી માટે ખાસ પુરસ્કાર એક ટીમ ને પણ આપવામાં આવ્યો.
સમાપન સમારોહ શ્રી શશિકાંત શર્માના આભાર પ્રદર્શન સાથે સમાપ્ત થયો, ત્યારબાદ રાષ્ટ્રીય ગીતથી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
GTUને આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરવા અને યુવા પ્રતિભાને પોષણ આપતી નવીનતાની જીવાદોરીને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 ભારતના યુવાનોની અદમ્ય પ્રતિભા અને પ્રતિબદ્ધતાના પ્રમાણરૂપ છે, જે તેમની કુશળતા, ક્ષમતાઓ, પ્રતિભા ને ઉજાગર કરવા માટે નુ અદમ્ય પ્લેટફોર્મ તરીકે કાર્ય કરી રહી છે.