Ahmedabad, Sep 22,ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં ગુણવત્તાયુક્ત કેમિકલ અને ગેસ પર સેમિનાર યોજાયો.
GTU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે “સેમી કન્ડક્ટર મેન્યુફક્ચરીગમા વપરાતા ઉચ્ચ ગુણવત્તાવાળા કેમીકલ્સ અને ગેસ અંગે મૂલ્યાંકનની જરૂરિયાત” અંગે એક સેમિનારનું આયોજનર૧મી સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું.આ સેમિનારનના ચર્ચાના વિષયો: કેમિકલ અને ગેસની જરૂરિયાત સમજીને તેનું મૂલ્યાંકન કરવું, કેમિકલ ઉદ્યોગની ક્ષમતા ચકાસીને તે કેમિકલ અને ગેસની માંગને સંતોષી શકે છે કે કેમ એ તપાસવું, કેમિકલ્સ અને ગેસની સ્થાનિક જરૂરિયાત સમજવી, તાલીમ પામેલા કામ કરનાર લોકોની અપેક્ષિત ક્ષમતા તથા ગુણવત્તા ચકાસવી, કર્મચારીઓની તાલીમી સુવિધામાં વધારો કરવો, ડિપ્લોમા,અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વગેરે વિષયોમાં એવાં અભ્યાસક્રમ ગોઠવવાં કે જેમાં સંશોધનની પણ તક ઉપલબ્ધ રહે, વગેરે હતા.
આ કાર્યક્રમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ ગજ્જરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે આઈ.આઈ.ટી., ગાંધીનગર, એલ.ડી.સી.ઈ., અમદાવાદ,નિરમા યુનિવર્સિટી અને વી.જી.ઈ.સી.,ચાદખેડા તથા વૈજ્ઞાનિક સંસ્થાઓ જેવી કે સેક, ઇસરો,સી.એસ.આઈ. આર., આઇ.આઇ.સી.ટી., હૈદ્રાબાદ વગેરે સહભાગી થયા હતા.
આ આયોજનને જુદાજુદા ઉદ્યોગ સંકુલો જેવાં કે વાસા ગ્રૂપ (ડો.જૈમીન વાસા),એ.જી.ઈ.એમ.ઇન્ડસ્ટ્રીઝ,મુંબઈ, માઇક્રોન ટેકનોલોજીસ્ટ,કિન્સ ટેકનોલોજી, આરતી ઈન્ડસ્ટ્રીઝ,મુંબઈ વગરે સહિતની અનેક સ્થાનિક ઉદ્યોગોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો.ગોળમેજી સેમિનારમાં સલામતી, વિતરણની સાંકળ,સ્થિરતા શુદ્ધતાના માપદંડનું મહત્વ વગેરે વિષયોની ચર્ચા કરવામાં આવી હતી.
ઈસરોના નિયામક એન.એમ.દેસાઈએ આ પ્રસંગે હાજર રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.દેસાઇએ પોતાના વિચારો વ્યક્ત કરી આત્મનિર્ભર મંત્રનું મહત્વ સમજાવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘મેક ઇન ઇન્ડિયા’નું સ્મરણ કરાવ્યું હતું.
શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર કરી તેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની તાલીમનો સમાવેશ કરી અહીં ચર્ચાયેલા હેતુઓ સિદ્ધ કરી શકાય.