Ahmedabad, Oct 29, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU), ખાતે નિયામક અને કુલગુરુઓની ત્રિનગર જ્ઞાન સમૂહ (Tri-City Knowledge Cluster) અંગે વિચારવિમર્શ કરવા એક બેઠક યોજવામાં આવી.
GTU તરફથી આજે જણાવવામાં આવ્યું કે જેમાં પ્રયોગશાળા સુવિધા,તજજ્ઞ તેમજ પ્રેરકની આપ લે તથા સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ તેમજ સુવિધાની આપ-લે અંગે સંક્ષિપ્ત ચર્ચા કરવામાં આવી હતી. વિજ્ઞાન ગુર્જરી દ્વારા કરાયેલા આ આયોજનમાં 30 સંસ્થાના નિયામકો તથા કુલગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોનું સ્વાગત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનાં પ્રારંભે પી.આર.એલ.ના નિયામક ડૉ.અનિલ ભારદ્વાજ દ્વારા 20 ઓગસ્ટના રોજ એન.આઈ. પી.ઈ.આર. (NIPER) ખાતે થયેલ ચર્ચાના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા.
દરેક સંસ્થાના વિદ્યાર્થીઓ માટે ચર્ચા દરમિયાન પ્રયોગશાળામાં ભાગીદારી કેવી રીતે અને કેટલી સરળતાથી થઈ શકે તેના માટે જી.બી.આર.સી.(GBRC) દ્વારા બનાવાયેલ ઓનલાઇન મોડેલ વિજ્ઞાન ગુર્જરીના અધ્યક્ષ પ્રો. ચૈતન્ય જોષી દ્વારા બતાવવામાં આવેલ અને તે અંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને તજજ્ઞ અને પ્રેરકની આપ-લે કેવી રીતે થઈ શકે તેના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી.
આ સમગ્ર ચર્ચાનું સંચાલન એન.આઈ. પી.ઈ.આર.ના નિયામક ડો. શૈલેન્દ્ર સરફ દ્વારા કરવામાં આવ્યું. વિજ્ઞાન ગુર્જરી ગુજરાત પ્રદેશ સચિવ જીગ્નેશ બોરીસાગર દ્વારા આવનાર મીટિંગના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવનાર મુદ્દા તથા વિજ્ઞાન ગુર્જરી કેવા પ્રકારના વધારે સહયોગની અપેક્ષા છે તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી અને દરેક સંસ્થા તથા તેના વિશેના કાર્યોની માહિતી કેવી રીતે વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે બાબતે અને ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ ને વધુ તે અંગે લાભ લઈ શકે તે બાબતે કેટલાક સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
વિજ્ઞાન ગુર્જરીની વેબસાઇટનું ઉદ્ઘાટન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું તેમજ સાથેસાથે ગુજરાત વિજ્ઞાન સંમેલન જે આગામી તારીખ 15 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી,2025 દરમિયાન યોજાનાર છે તેના પોસ્ટરનું વિમોચન પણ કરવામાં આવ્યું.
પ્રો. વૈભવ ભટ્ટ દ્વારા સર્વેનો ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમમાં ઈસરો ડાયરેક્ટર, શ્રી નિલય દેસાઇ, આઇ.આઇ.ટી., ગાંધીનગરના પ્રો.આમિત પ્રશાંત, સી.યુ.જી.ના કુલગુરુ રમાશંકર દૂબેજી,આઈ.આઈ.ટી.આઈ.ના કુલગુરુ આર સી પટેલ, કામધેનુ યુનિવર્સિટીના કુલગુરુ ડૉ કેલાવાલા,જી.બી.યુ.ના ડાયરેક્ટર જનરલ પ્રો. મજૂમદારજ, એન.આઇ.ડી.નાડાયરેક્ટર અશોક મડલ, ડાયરેક્ટર પ્રોફ. દેવીકાજી તથા આઈ.આઈ.આઈ.ટી.વડોદરા તથા સુરતના ડાઇરેક્ટર તથા GCRI, NIOH, GSBTM, GPRD, EDI, IPR, ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી તથા ડાયરેક્ટ ટેક્નિકલ એજ્યુકેશનમાંથી ડૉ સચિન પરીખ જેવા 30 સંસ્થાઓના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આ મીટિંગને સફળ બનાવેલ. વિજ્ઞાન ગુર્જરી તરફથી મધ્ય તથા પશ્ચિમ ક્ષેત્રના સંગઠન મંત્રી વિવસવાન,પશ્ચિમ ક્ષેત્રના સંગઠન મંત્રી પ્રસાદ, ડો. મધુસૂદન,ડો.નીરજ, ડો. માધવી,ડો.શ્વેતા,ડો.પારસ, દર્શન,મેહુલ,કલ્પેશ,ડો.અપૂર્વ, આર્જવ,પીન્કેશ અને ડો.રિચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
