Ahmedabad, Sep 20, ગુજરાત યુનિવર્સિટી (GU) ની Ph.D. ના પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
GU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે Gujarat University ની Ph.D. વર્ષ ૨૦૨૪-૨૫ ની પ્રવેશ પ્રકિયા માટે કુલપતિ ની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના સિન્ડીકેટ રૂમમાં આજરોજ મીટીંગ યોજાઈ હતી. જેમાં તમામ અધ્યક્ષઓ, વિભાગીય વડાઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.
મીટીંગમાં Ph.D. પ્રવેશ સમિતિના અધ્યક્ષ દ્વારા ગત વર્ષની પ્રક્રિયાની સમીક્ષાના આધારે આ વર્ષે Ph.D. ની પ્રવેશ પ્રકિયા કેવી રીતે કરવી તે તમામ ‘બાબતો વિગતે સમજાવી હતી. આ વર્ષમાં પણ ગત વર્ષની જેમ Ph.D. ના પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષામાં કુલ ૧૦૦ પ્રશ્નો હશે. તેમાંથી પ્રથમ ૫૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસ તેમજ અન્ય ૫૦ પ્રશ્નો સબંધિત વિષયના આધારે હશે. દરેક પ્રશ્નના પાંચ વિકલ્પ (A,B,C,D,E) આપવામાં આવશે.
પ્રવેશના પ્રારંભિક રજીસ્ટ્રેશન સમર્થ પોર્ટલ પરથી કરવામાં આવશે તેમજ તેનો તમામ ડેટા GCAS પોર્ટલ પર મોકલી આપવામાં આવશે. રજીસ્ટ્રેશન ફી.૧૦૦૦ રહેશે. પ્રવેશ પ્રકિયા અંતર્ગત રજીસ્ટ્રેશન ચાલુ થવાની સંભવિત તા.૨૬/૦૯/૨૦૨૪ રહેશે.