Spread the love

~આગામી પહેલી જૂન અને સાતમી જૂનના દિવસોમાં યોજાશે સેમિનાર
~ઓનલાઈન એડમિશન પ્રક્રિયા, સંસ્થા અને કોર્ષ અંગેની માહિતી તથા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે
Ahmedabad, Gujarat, May 19, ગુજરાત ના અમદાવાદમાં ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેક્નિક ખાતે ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે.
આધિકારિક સૂત્રો ના આજે જણાવ્યા પ્રમાણે ધોરણ-૧૦ પછીના પ્રથમ વર્ષ અને આઈટીઆઈ/ટીઈબીના કોર્ષ પછી બીજા વર્ષના ડિપ્લોમાં ઈજનેરી (સી ટુ ડી)ના કોર્ષમાં પ્રવેશ માટે ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેક્નિક, અમદાવાદ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન તારીખ ૦૧/૦૬/૨૦૨૫ રવિવાર અને ૦૭/૦૬/૨૦૨૫ શનિવારના રોજ સવારે ૧૦૩૦થી બપોરે ૧૨૦૦ વાગ્યા દરમિયાન રૂમ નં-૧૦૨, ન્યૂ એકેડેમિક બિલ્ડીંગ, ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેક્નિક, એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં અને પીઆરએલની સામે, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
ઓનલાઈન એડમિશન પ્રક્રિયા, સંસ્થા અને કોર્ષ અંગેની માહિતી તથા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. સંસ્થાના આચાર્યનો વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તકનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ છે, એવું આચાર્ય, કન્યાઓ માટેની સરકારી પોલિટેક્નિક, અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *