Spread the love

Gandhinagar, Oct 29, ગુજરાના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે જણાવ્યું હતું કે રાજ્યવ્યાપી દરોડામાં ભેળસેળિયા વેપારીઓ પાસેથી રૂ.૭.૩ કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યુંકે નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત જીવન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર ખૂબ સતર્ક છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા.૦૩ થી ૧૭ઓક્ટોબર દરમિયાન “ફૂડ સેફટી પખવાડિયા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયાની અભૂતપૂર્વ સફળતા જોતા તા.૨૫ઓક્ટોબર સુધી ઉજવવામાં આવ્યું હતું. જે દરમિયાન તંત્ર દ્વારા રૂ. ૭.૩ કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થો પકડી ભેળસેળિયા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખાદ્ય ચીજોના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, હોલેસેલરો, રીટેલર તથા કોલ્ડસ્ટોરેજ વગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કુલ ૯૯૦૦થી વધુ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જયારે ૪૭૦૦ જેટલા ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા.
વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે તા.૨૫ ઓકટોબર સુધીમાં વિવિધ કચેરીઓ દ્વારા ૩૨૭૪ એન્ફોર્સમેન્‍ટ નમુના અને ૬૬૨૯ સર્વેલન્‍સ નમુના એમ કુલ ૯૯૦૩ જેટલા નમુના લેવામાં આવ્યા હતા, જયારે ૪૬૬૧ થી વધુ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા. અત્યાર સુધી તંત્ર દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ આકસ્મિક કુલ ૧૭૫ રેડ કરી ૨૬૦ ટન જેટલો આશરે રૂ. ૭.૩ કરોડનો શંકાસ્પદ ખાદ્યચીજનો જથ્થો તહેવારો દરમ્યાન ગ્રાહક સુધી ન પહોંચે તે માટે તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકોના આરોગ્યના હિતમાં ૧૨,૦૯૫ કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખોરાક, જેની કિંમત અંદાજે રૂ. ૨૨.૩ લાખ થાય છે, તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો.
આ ફૂડસેફટી પખવાડિયા દરમિયાન તંત્રની જીલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ, અવેરનેશ,ટ્રેનિંગની વિવિધ પ્રવૃતિઓ અને લાયસન્‍સ/રજીસ્ટ્રેશનના કેમ્પ, ફૂડસેફટીવ્હીલ્સનો ઉપયોગ કરી ટ્રેનીંગ,ટેસ્ટીંગ અને અવેરનેશ, નવરાત્રી દરમિયાન રાત્રી કાલીન નવરાત્રીયોજતા પાર્ટી પ્લોટો અને મંડળોવાળી જગ્યાએ ફૂડસ્ટોલની તપાસની કામગીરી કરવામાં આવી હતી.