Spread the love

સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે રાજ્યના અલગ-અલગ વિસ્તા૨માં એક સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે ઓર્ગેનાઈઝ્ડ ગેંગ કાર્ય૨ત છે. ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા સાધુને ખુબ મોટી જમીન લેવાની વાત કરી ખેડુત પાસેથી જમીન ખરીદાવીને ઉંચા ભાવે સાધુને વેચાવી આપવાની લાલચ આપી રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઇ છે. આ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી ક૨વામાં આવી રહી હોવાની ગંભીર બાબતો ધ્યાને આવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે ગુના આચરતી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ અંગે તલસ્પર્શી તપાસ થાય અને ગેંગના તમામ સભ્યોને કડકમાં કડક સજા થાય તે ઉદ્દેશ સાથે સીઆઇડી ક્રાઇમને સમગ્ર કેસોની તપાસ સોંપવા નિર્ણય લીધો છે.
આ ઓર્ગેનાઈઝ્ડ ગેંગ દ્વારા આચરવામાં આવતી મોડસ ઓપરેન્ડી એવી છે કે, સૌપ્રથમ આ ગેંગના સભ્યો દ્વારા કોઈ જમીન ખરીદ-વેચાણમાં ઉત્સુક હોય અને મોટુ રોકાણ કરી શકે તેવા વ્યક્તિને આઈડેન્ટીફાય ક૨વામાં આવે છે. ત્યા૨બાદ તેમને કોઈ ચોક્કસ ગામમાં ૨00, 300 કે ૪00 વિઘા જગ્યા બતાવવામાં આવે છે. ત્યાર બાદ ગેંગના સભ્યો દ્વારા કહેવામાં આવે છે કે, ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા માટે જગ્યા જોઈએ છે. સાધુ ખેડુત પાસેથી સીધા ખરીદવા નથી માગતા તેમજ અમે ખરીદીને સાધુને વેચીએ તો સાધુ ઉપ૨ આક્ષેપ થાય. જેથી ભોગ બનનાર આ જમીન ખરીદી કરી સાધુને વેચે તો સાધુ ઉંચા ભાવે ખરીદશે અને મોટો લાભ થશે એવી લાલચ આપવામાં આવે છે.
ત્યાર બાદ આ ટોળકીના કેટલાક સભ્યો ભોગ બનનાર સાથે એમ.ઓ.યુ. કરી, જમીન ભોગ બનનારને ખરીદાવી તે જ જમીન ઉંચા ભાવે સાધુને વેચવાની લાલચ આપે છે અને બાનાખત માટે અમુક રકમ આપવા માટે કહી છેત૨પીંડી આચરે છે. ભોગ બનનારને વિશ્વાસ બેસે તે માટે સાધુ તેમની સાથે મુલાકાત કરે છે. એક વાર છેત૨પીંડી થઈ ગયા બાદ ખેડુત જમીન વેચવાની ના પાડે છે તેવુ કહી પૈસા પાછા આપવાની આનાકાની કરે છે. ભોગ બનનાર વધુ પ્રેશર કરે તો ટુકડે ટુકડે થોડાક રૂપિયા ૫૨ત કરે અને સમય વ્યથિત કરે છે.
આ બાબતે રાજ્યમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે તેમજ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી થયેલા ગુનાઓ સંદર્ભે અરજીઓ તપાસ અર્થે આપવામાં આવેલી છે. આ ટોળકીઓને નેસ્ત-નાબુદ ક૨વા વિવિધ જીલ્લાઓમાં ગુનાઓ દાખલ કરી રાજ્ય સ્તરે સીઆઇડી ક્રાઇમને તમામ ગુનાઓની એક સાથે તપાસ સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સંદર્ભે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, નારણપુરા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન, ધાંધુકા પોલીસ સ્ટેશન, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વઢવાણ સહિતના વિસ્તારોમાં પોલીસ ફરિયાદ તેમજ અ૨જીઓ ભોગ બનનાર નિર્દોષ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે.