Bhavnagar, Gujarat, Jan 29, ગુજરાત માં ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ ગ્રાઉંડ પર તારીખ 28.1.26 થી 2.2.2026 દર્મીયાન મેજર લીગ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટ રમાય રહેલ છે. ગુજરાત ના ગ્રુપ માં હોસ્ટ ગુજરાત ઉપરાંત ઓડીસા, છત્તીશગઢ, જારખંડ અને મહારાસ્ટ્ર ની ટીમો સામેલ છે. આજ રોજ રમાયેલ ગુજરાત નો બીજો મેચ છત્તીશગઢ સામે 1-1 થી ડ્રૉ થયેલ.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે મેચ માં ગુજરાત ની કેપ્ટન સંજના મેનીયા એ 1 ગોલ કરેલ તથા છત્તીશગઢ ની કેપ્ટન રામસીલા ઉસેન્દી દ્વારા 1 ગોલ થયેલ.
બીજા એક મેચ માં મહારાસ્ટ્ર ની ટીમે ઓડીસા ની ટિમ ને 5-1 થી મહાત આપી હતી.
ગુજરાત નો ત્રીજો મેચ તારીખ 1.2.26 ના રોજ જારખંડ ની ની ટીમ સાથે છે. ગ્રુપ માંથી ટોપ 2 ટીમો ફાઇનલ લીગ માટે ક્વોલિફાઇ થશે.
એમણે જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સુરત દ્વારા આયોજિત અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએશન ના માર્ગદર્શન નીચે આયોજિત બીચ સોકર ફૂટબોલ ટુર્નામેન્ટ 2026, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ફૂટબાલ ટુર્નામેન્ટ દાંડી બીચ, સુરત માં આજ રોજ 28.1.26 થી ચાલુ થયેલ છે.
આ ટુર્નામેન્ટ માં ગુજરાત ના 13 જિલ્લા ની મેન્સ ની ટીમો તથા 11 જિલ્લા ની વિમેન્સ ની ટીમો ભાગ લઈ રહેલ છે. આ ટુર્નામેન્ટ 28.1.26 થી 1.2.26 સુધી ચાલસે. ટુર્નામેન્ટ નું આયોજન ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસીએશન સુરત દ્વારા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ના માર્ગદર્શન ની નીચે થઈ રહેલ છે.
આજ રોજ રમાયેલ મેન્સ ના મેચ માં સુરત ની ટીમે જુનાગઢ ની ટીમને 7-5 થી, નવસારી ની ટીમે પંચમહાલ ની ટીમ ને 5-3 થી, રાજકોટ ની ટીમે બનાસકાંઠા ની ટીમ ને 7-1 થી, ડાંગ ની ટીમે ભાવનગર ની ટિમ ને 11-7 થી અને કચ્છ ની ટીમે સાબરકાંઠા ની ટિમ ને 9-3 થી હરાવેલ.
વિમેન્સ ના મેચ માં વલસાડ ની ટીમે નવસારી ની ટિમ ને 5-2 થી, સુરત ની ટીમે ગાંધીનગર ની ટીમ ને 3-2 થી, જામનગર ની ટીમે બનાસકાંઠા ની ટીમ ને 4-1 થી મહાત આપેલ.
કાલે પણ બંને કેટેગરી માં કુલ 08 મેચો રામાડવા મા આવશે.
