Spread the love

Ahmedabad, Oct 05, ગુજરાતમાં MSME ક્ષેત્ર માટે વીજ પુરવઠાની મર્યાદા 100 kVA/kW થી વધારીને 150 kVA/kW કરવામાં આવી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના એડિશનલ સેક્રેટરી જનરલ રાહુલ શેઠે જણાવ્યું કે GCCI ગુજરાત સરકારના નિર્ણયને આવકારે છે. વીજ પુરવઠાની મર્યાદા 100 kVA/kW થી વધારીને 150 kVA/kW કરવા માટે નિર્ણાયક પગલાં લેવા બદલ GCCI ગુજરાત સરકાર અને ઉર્જા વિભાગનો આભાર માને છે. આ મહત્વપૂર્ણ નીતિ પરિવર્તનથી રાજ્યભરના MSME માટે નોંધપાત્ર રાહત થશે.
એમણે જણાવ્યું કે GCCI ના તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ અજય પટેલના પ્રયત્નોને કારણે MSME ક્ષેત્ર માટે વીજ પુરવઠાની મર્યાદામાં વધારો થયો છે. તેમણે સરકાર સમક્ષ MSMEના મુદ્દાઓને સતત ઉઠાવ્યા અને તેમના નિરાકરણ માટે પ્રયાસો કર્યા.
શ્રી શેઠે જણાવ્યું કે સંદીપ એન્જિનિયર, પ્રમુખ, GCCI આ મહત્વપૂર્ણ મુદ્દા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના નેતૃત્વમાં, GCCI વેપારી સમુદાયના હિતોને સુનિશ્ચિત કરવા અને વિકાસલક્ષી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. વીજ ક્ષમતામાં વધારો એ ગુજરાતના MSME ક્ષેત્ર માટે એક પ્રગતિશીલ પહેલ છે. જે ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ છે. આનાથી રાજ્યના આર્થિક વિકાસને વેગ મળશે અને વ્યવસાયોને વિસ્તારવા માટે પ્રોત્સાહન મળશે અને રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે. આ પ્રગતિશીલ પહેલ વ્યવસાયિક વિકાસ અને ઓદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ રાજ્યની વધતી માંગને પૂરી પાડવા માટે જરૂરી માળખાકીય ક્ષમતાઓ વધારવા માટેની વ્યાપક દ્રષ્ટિને સમર્થન આપે છે. આ નીતિગત પરિવર્તનના પરિણામે ખર્ચમાં નોંધપાત્ર બચત થશે અને ગુજરાતની સર્વાંગી આર્થિક સમૃદ્ધિમાં સકારાત્મક ફાળો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *