~Gujarat Police is fully prepared to ensure a peaceful, safe and harmonious Ganeshotsav with enhanced security, crowd control, CCTV, drone surveillance and emergency response.
Gandhinagar, Gujarat, Sep 11 (VNI): ગુજરાતમાં આગામી ગણેશોત્સવ શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં શુક્રવારે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા તથા જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં ગણેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ જિલ્લા તથા શહેર પોલીસ તંત્રને કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત કરવા, ભીડ નિયંત્રણ, ટ્રાફિક ડાયવર્ઝન અને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ અપાયો છે.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક શાંતિ સમિતિઓ તથા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠકો યોજી પરસ્પર સહયોગ સાધવા પણ સૂચના આપવામાં આવી છે. મુખ્ય વિસ્તારો અને સરઘસના માર્ગો પર CCTV કેમેરા તથા ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા પણ પોલીસ તંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે.
સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, ટીયર ગેસ તથા રાયોટ કંટ્રોલ સાધનો સાથે પોલીસ ટુકડીઓ સ્ટેન્ડબાય રહેશે. વિસર્જન રૂટ પર કોઈ અવરોધ ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ સાથે સંકલન સાધવામાં આવશે. જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર તહેવાર દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે.
પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. VNI NEWS, Gujarat Police, Ganeshotsav 2026, Ganesh Festival, Ganesh Visarjan, Law and Order, Gujarat Security, Police Bandobast, CCTV Surveillance, Drone Surveillance, Crowd Control, Traffic Diversion, Gujarat Police Ganeshotsav security, Ganeshotsav 2026 Gujarat, Ganesh visarjan security, Gujarat Police security arrangements, VNINews, VNINews.com
