અમદાવાદ, 25 ઓગસ્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંલગ્ન ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,મહેસાણા ખાતે જન્માષ્ટમીની ઉજવણી ઈન્સ્ટીટ્યુટ ખાતે આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવી હતી.આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરાઈ હતી.કૃષ્ણ જન્મોત્સવના આ પ્રસંગને માણવા માટે વિદ્યાર્થીઓએ સ્વયંભૂ ઉત્સાહથી પરંપરાગત દહીં હાંડીની રમત પણ રમી હતી.’દહીં હાંડી’ તુટી ત્યારે વિદ્યાર્થીઓની સાથે સમગ્ર કર્મચારીઓએ પણ ખૂબ જ આનંદિત થઈ ગયા હતા. જન્માષ્ટમી હર્ષોલ્લાસથી ઉજવાયા બાદ બધાએ ગરબા ગાઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.ચિરાગ વિભાકરના માર્ગદર્શન તળે વિદ્યાર્થી અગ્રણીઓ શિવમ પાંડે,તરંગ પટેલ,કાવ્યા શાહ,તિષા પ્રજાપતિ તથા સર્વ વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું.આવા વિશિષ્ટ કાર્યક્રમના આયોજન બદલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.રાજુલ ગજ્જર તથા કુલસચિવ ડો.કે.એન.ખેરે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.