Ahmedabad, Gujarat, Dec 05,
ગુજરાત યુનિવર્સિટી (GU) ની ટેનિસ બહેનોની ટીમને ત્રીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલ છે તેઓની ઓલ ઈન્ડિયા ખાતે રમવા માટે પસંદગી થયેલ છે.
GU તરફથી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાતના પાટણ ખાતે વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી ટેનિસ વુમનની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જુદા-જુદા રાજ્યોની કુલ 44 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીની ટેનિસ બહેનોની ટીમને ત્રીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયેલ છે તેઓની ઓલ ઈન્ડિયા ખાતે રમવા માટે પસંદગી થયેલ છે.
ટીમમાં દેસાઈ દિયા, ઉમરાલિયા યેશા, પટેલ ધનુષ્કા અને પ્રેમાણી હિયાનો સમાવેશ થાય છે. તેમની સાથે ટીમ મેનેજર તરીકે શહેનાઝ અન્સારી ગયેલ હતા. તે સર્વેને યુનિવર્સિટી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.