Spread the love

Gandhinagar, Oct 30, Gujarat ના શ્રમ નિયામકએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ૦૭-વાવ બેઠકની પેટા ચૂંટણી   ​શ્રમયોગીઓને મતદાન કરવા માટે મતદાનના દિવસે રજા આપવાની રહેશે.
રાજ્યના શ્રમ આયુક્તની અખબારી યાદીમાં જણાવાયું છે કે ગુજરાત વિધાનસભાની ૦૭-વાવ બેઠકની પેટા ચૂંટણીમાં અન્વયે આગામી તા. ૧૩/૧૧/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. મતદાનના દિવસે જે તે મતવિસ્તારની સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ-૨૦૧૯ હેઠળ આપવામાં આવતી અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો, અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા દરેક વ્યક્તિને મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે.
આ રજા માટે શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઇપણ પ્રકારની કપાત કરવાની રહેશે નહિ. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫-Bની જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે, તો દંડ અને શિક્ષાને પાત્ર થશે તેમ રાજ્યના શ્રમ આયુક્તશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
નાગરીકો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે સ્થાનિક સંસ્થાઓમાં ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રેલ્વે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ, દુકાનો, વાણીજ્યક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓને ચૂંટણીમાં મતદાનના દિવસે કર્મચારીઓ/શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા સૂચના આપવામાં આવી છે, તેમ વધુમાં જણાવાયું છે.