Spread the love

~Gujarat wins the last match of Under 20 Boys with 3 wins (Tamil Nadu,Andaman Nicobar & Chhattisgarh) & 1 loss against Karnataka.

Ahmedabad, Gujarat, May 06, નારાયણપુર, છત્તિસગઢ ખાતે રમાઈ રહેલ સ્વામી વિવેકાનંદ અંડર 20 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ માં લીગ ના ચોથા અને આખરી મેચ માં ગુજરાતે છત્તીસગઢ પર 3-2 થી સાનદાર વિજય મેળવ્યો.
આધિકારિક સૂત્રોએ આજે જણાવ્યું કે ભારત ની 36 ટીમો વચ્ચે રમાઈ રહેલ સ્વામી વિવેકાનંદ અંડર 20 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ માં લીગ ના ચોથા અને આખરી મેચ માં ગુજરાતે છત્તીસગઢ પર 3-2 થી શાનદાર વિજય મેળવ્યો.
મેચ ની શરુવાત માજ 4 થી મિનિટે ગુજરાતનાં જેસે કૉમ દ્વારા ગોલ કરી ખાતું ખોલવેલ, છત્તીસગઢ ના આદિત્ય અને શશીકાન્ત દ્વારા 29 અને 45 મી મિનિટે ગોલ કરી ટિમ ને લીડ આપેલ. ગુજરાતે હાફ ટાઇમ પછી મેચ પર પ્રભુત્વ મેળવીને 62 મી મિનિટે રુદ્ર પ્રજાપતિ દ્વારા ગોલ કરી સ્કોર બરાબર કરેલ. બંને ટીમો જીતવા માટે તનતોડ મહેનત કરી જીત પોતાના પક્ષે કરવા પ્રયત્ન કરતી હતી. મેચ ની 66 મી મિનિટે છત્તીસગઢ ને પેનલ્ટી મળેલ પરંતુ ગુજરાત ના ગોલકીપર શિવાંગ દેસાઇ દ્વારા સુંદર બચાવ કરવામાં આવેલ. 88 મી મિનિટે ગુજરાત ના આશિષ રાણા દ્વારા સાનદાર બેક વોલી મારી સ્કોર ને 3-2 કરી ગુજરાત ની ફેવર માં કરી દીધેલ અને એ ગોલ શાથેજ કોમેંટ્રેટર દ્વારા કહેવામા આવેલ કે આ ગોલ ટુર્નામેન્ટ નો બેસ્ટ ગોલ કહી શકાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *