Rajpipla, Gujarat, Feb 13, ગુજરાત ના દિવ્યાંગ સ્પર્ધકો જિલ્લાક્ષની સ્પર્ધાઓમાં જીત હાંસલ કરીને હવે રાજ્યકક્ષાની રમતસ્પર્ધામાં ભાગ લેશે.
આધિકારિક સૂત્રો એ જણાવ્યું કે નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ (ધાબા ગ્રાઉન્ડ) ખાતે રાજપીપળા “ખેલમહાકુંભ ૩.૦” અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ખાસ રમતસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ ભાઈ-બહેનો દોડ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક અને લોંગ જમ્પ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. મુકબધિર સરકારી શાળા, રાજપીપલાના બાળકોએ પણ દોડમાં તેમના રમતકૌશલ્યનું દમદાર પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારીના પ્રતિનિધિ વિષ્ણુભાઈ વસાવાએ જણાવ્યું કે, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત આ ખાસ રમતસ્પર્ધામાં દિવ્યાંગ ભાઈ-બહેનો અને બાળકોને રસપૂર્વક ભાગ લઇ તેમના રમતકૌશલ્ય અને ખેલ માટેની આદરની મહત્વપૂર્ણ મિશાલ કાયમ કરી હતી. આ સ્પર્ધકો જિલ્લાક્ષની સ્પર્ધાઓમાં જીત હાંસલ કરીને હવે રાજ્યકક્ષાની રમતસ્પર્ધામાં ભાગ લેશે. આ તકે શ્રી વસાવાએ સ્પર્ધકોની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી અને આગળની સ્પર્ધાઓ માટે રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે, દેડિયાપાડા તાલુકાના સાબુટી ગામના વિપુલભાઈ વસાવાએ જણાવ્યું કે, હું આજની આ સ્પર્ધામાં ગોળા ફેંકમાં મે ભાગીદારી નોંધાવી હતી, જેમાં મારો પ્રથમ ક્રમ આવ્યો છે. હવે હું રાજ્યકક્ષાની રમતમાં ઉત્સાહભેર ભાગ લઈશ. ખેલમહાકુંભ અંતર્ગત દિવ્યાંગ માટે આ ખાસ રમતસ્પર્ધાનું આયોજન કરવા માટે તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો.
તેમજ શ્રી વસાવાએ જણાવ્યું કે, વહીવટી તંત્રએ ખૂબ જ આયોજનબદ્ધ વ્યવસ્થા ધાબાગ્રાઉન્ડ ખાતે ગોઠવી છે, જેમાં ખોરાક-પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
ખેલમહાકુંભ ૩.૦” જેવી મોટી સ્પર્ધાઓ રમતો દિવ્યાંગ સમુદાય માટે એક માર્ગદર્શન પૂરું પાડશે. નોંધનીય છે કે, તા. ૧૨મી એ જિલ્લાકક્ષાની OH (શારીરિક ક્ષતિગ્રસ્ત) સ્પર્ધાઓ અને તા. ૧૩મી એ માનસિક ક્ષતિગ્રસ્ત (MR), અંધજન અને શ્રવણ મંદ ભાઈઓ-બહેનો માટેની સ્પર્ધાઓમાં ૧૦૦ ભાઈઓ અને ૮૦ બહેનો મળીને કુલ ૧૮૦ સ્પર્ધકોએ ઉત્સાહ ઉમંગ સાથે ભાગ લીધો હતો.
