Spread the love

Gandhinagar, Oct 29, દેશભરના પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે ગુજરાતમાં ૪૮ ઇકો ટુરિઝમ સાઇટ પૈકી ૨૫ સાઇટ ખાતે રહેવા- જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સરકાર તરફથી આજે જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાક દાયકાથી ગુજરાત વન્યપ્રાણીઓ  અને પક્ષીઓના રહેઠાણ માટે સુરક્ષિત સ્થળ સાબિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનની સાથે- સાથે પ્રવાસન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવાના ઉમદા હેતુથી અભયારણ્યનો ૩૬૦ ડિગ્રી વિકાસ થયો છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને વન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં પર્યાવરણ અને વન્ય જીવનના સમૃદ્ધ વારસા રૂપે કુલ ૪૮ ઇકો ટુરિઝમ સાઇટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પૈકી ૨૫ સાઇટ ખાતે પ્રવાસીઓ માટે રહેવા- જમવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે.
ઇકો ટુરીઝમ સાઇટ દ્વારા જંગલ વિસ્તારનું જવાબદારી પૂર્વક પરિભ્રમણ કરાવવામાં આવે છે. જેના પરિણામે સ્થાનિક લોકોની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. આ પ્રકારના ઇકો ટુરીઝમ સાઈટ દ્વારા ફક્ત પ્રકૃતિ જ નહીં, પરંતુ સ્થાનિક નાગરિકોની સમૃદ્ધિમાં પણ સુધારો જોવા મળે છે.
પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણો:
જાંબુઘોડા ૧૩૦ ચો.કિ.મી. અને રતન મહાલ રીંછ અભયારણ્ય ૫૫ ચો. કિ.મી.માં છે વિસ્તરેલું છે.
પ્રવાસીઓ માટે ભાટ ઇકો ટુરિઝમ સેન્ટરમાં ૧૬ કિ.મી. તેમજ રતન મહાલ રીંછ અભયારણ્યમાં ૦૮ કિ.મી.ની જંગલ ટ્રેઇલ રાઇડની વિવિધ સ્લોટમાં ઉપલબ્ધ સુવિધા
અભયારણ્યમાં રીંછ, દીપડો તેમજ સ્થાનિક – વિદેશી પક્ષીઓ જોવાનો પણ અદભૂત લ્હાવો છે.
આ સાઇટનું સંચાલન સ્થાનિકો દ્વારા બનેલી ઇકો ડેવલપમેન્ટ સોસાયટી મારફતે કરવામાં આવે છે