Spread the love

Mumbai, Maharashtra, Apr 17, જિયોસ્ટાર પ્રેઝેન્ટ્સ હૈ ઝુનૂન – ડ્રીમ, ડેર, ડોમિનેટ ઉચ્ચ ઊર્જાયુક્ત, નવા યુગનો સંગીત ડ્રામા મુંબઈની પ્રતિકાત્મક એન્ડરસન કોલેજના હાર્દમાં સ્થાપિત છે જે જોશની વાર્તા જિયોહોટસ્ટાર પર 16મી મે થી સ્ટ્રીમ થશે.
જિયોસ્ટાર પ્રેઝેન્ટ્સ તરફથી આજે જણાવ્યું કે મહત્ત્વાકાંક્ષા, સ્પર્ધા અને સ્વખોજની આ વાર્તાની સિરીઝ સંગીત અને નૃત્યની દુનિયામાં લઈ જાય છે, જ્યાં ઊભરતી લગનીનું અનુભવી પ્રતિભા સાથે મિલન થાય છે. ભારતની સૌથી પ્રતિષ્ઠિત કોલેજ મ્યુઝિક ક્લબમાંથી એકની પાર્શ્વભૂમાં સ્થાપિત આ વાર્તા સફળતા એટલે ફક્ત પ્રતિભા નહીં, પરંતુ ભીતરની આગ છે એ સિદ્ધ કરવા માટે તેમની ક્રિયાત્મકતાઓની મર્યાદાઓને વિદ્યાર્થીઓ પાર કરે તેમ આ વાર્તા આગળ વધે છે.
અભિષેક શર્મા દિગ્દર્શિત હૈ ઝુનૂન – ડ્રીમ, ડેર, ડોમિનેટ અનુભવી કલાકારોને એકત્ર લાવે છે, જેમાં પર્લ તરીકે જેક્લીન અને ગગન તરીકે નીલ નીતિન મુકેશ સાથે સુમેધ મુદગલકર, સિદ્ધાર્થ નિગમ, યુક્તિ થરેજા, આર્યન કટોચ, પ્રિયાંક શર્મા, કુંવર અમર, મોહન પાંડે, એલિશા મેયર, સંચિત કુંદ્રા, સનાતન રોશ, દેવાંગ્શી સેન, અનુષા મણિ, ભાવીન ભાનુશાલી, અર્ણવ માગૂ અને યુક્તિ થરેજા મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

આ સ્પર્ધામાં ઘનતાનો ઉમેરો કરતાં મિસ્ટફિટ્સ માટે મેન્ટરની ભૂમિકા ભજવતી જેક્લીન ફરનાન્ડીસ કહે છે, “હૈ ઝુનૂન – ડ્રીમ, ડેર, ડોમિનેટ ફક્ત વાર્તા નહીં, પરંતુ સંગીત અથવા નૃત્ય છે. તે લગની, વેર અને અપેક્ષાઓથી ભરચક દુનિયામાં પોતાનું સ્થાન શોધવાની બાબત છે. પર્લની ભૂમિકા મને ઘેરો અંગત અનુભવ આપે છે. તે કોમ્પ્લેક્સ, પ્રેરિત અને છતાં નિર્બળ છે. સંગીત અને યુવા સંસ્કૃતિને તાજગીપૂર્ણ રીતે ઊજવતી સિરીઝનો હિસ્સો બનવાની મને ખુશી છે. હું આ સંગીત પ્રવાસમાં દર્શકો અમારી સાથે જોડાય તે માટે ઉત્સુક છું.’’

સુપરસોનિક્સ માટે મેન્ટરની ભૂમિકા ભજવતો ગગન આહુજાની ભૂમિકા ભજવતો નીલ નીતિન મુકેશ આ ભૂમિકા પડકારજનક અને રોમાંચક પણ કઈ રીતે હતી તે વિશે જણાવે છે. ગગન સઘન અને શિસ્તબદ્ધ સંગીત દિગ્ગજ છે, જે સુપરસોનિક્સનો વારસો પોતાના મનની નજીક રાખે છે. તેનો હૈ ઝુનૂન – ડ્રીમ, ડેર, ડોમિનેટમાં પ્રવાસ કલાકારના જીવનનાં સંઘર્ષો આલેખિત કરે છે, જ્યાં લગની અને સપનાંનું તુચ્છ અને સ્વમોહ તરીકે મોટે ભાગે ખોટું અર્થઘટન કરવામાં આવે છે. વાસ્તવમાં આ સ્વખોજ અને પોતાનો અસલી હેતુ ખોજ કરવાનો પ્રવાસ છે.

સંગીત વારસા સાથેના કોઈકની જેમ જ મારા મનમાં પણ સંગીત વિશેષ સ્થાન ધરાવે છે. કલાકારોની ઊર્જા અને પ્રતિભાએ આ પ્રોજેક્ટને ખરેખર અવિસ્મરણીય બનાવી દીધો છે. મને આશા છે કે દર્શકો શો માટે અમારો રોમાંચ અને જોશ મન મૂકીને માણશે.’’

બે દુનિયા અથડાય છે ત્યારે હૈ ઝુનૂન – ડ્રીમ, ડેર, ડોમિનેટ ઊર્જાસભર પરફોર્મન્સ, ગાઢ વેરઝેર અને હૃદયસ્પર્શી ભાવનાઓના અવસરોથી સમૃદ્ધ અદભુત પ્રવાસનું વચન આપે છે. શું રૉ પેશન ઉત્કૃષ્ટતાનાં વર્ષોને ઊથલાવવા માટે પૂરતી છે કે સુપરસોનિક્સ સિદ્ધ કરશે કે પ્રતિભા જ હંમેશાં સર્વોપરી રહે છે?

જોતા રહો જિયોહોટસ્ટાર અને અનુભવો હૈ ઝુનૂન – ડ્રીમ, ડેર, ડોમિનેટનો જાદુ, જ્યાં સપનાં માટે લડત થાય છે, મર્યાદાઓ તોડવામાં આવે છે અને દિગ્ગજો બને છે.
~ અભિષેક શર્મા દિગ્દર્શિત અને જિયો ક્રિયેટિવ લેબ્સના બેનર તળે નિર્મિત હૈ ઝુનૂન – ડ્રીમ, ડેર, ડોમિનેટઃ ખાસ જિયોહોટસ્ટાર પર 16મી મે, 2025થી સ્ટ્રીમ થશે ~

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *