Spread the love

સોમનાથ, 10 ઓગસ્ટ, શ્રાવણ શુક્લ ષષ્ઠીના દિવસે આજે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવેલ.
શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે સોમનાથ મહાદેવ અને સંકટમોચક હનુમાનજીના એકસાથે દર્શન આપનાર આ એક અનોખો અને ભક્તિભર્યો શ્રૃંગાર છે. હનુમાનજીને શિવજીના અવતાર તરીકે ઓળખવામાં આવે છે. આ શૃંગાર દ્વારા આ બંને દેવતાઓ વચ્ચેની સામ્યતા, બન્ને નો સંયમ અને નિર્મોહી ચરિત્રને દર્શાવવામાં આવેલ.
એમણે કહ્યું કે હનુમાનજીના રૂપમાં શિવલિંગના શ્રૃંગારના દર્શન કરવાથી ભક્તોએ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. હનુમંત દર્શન શૃંગાર ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સમૃદ્ધિના દર્શન કરાવે છે. ભક્તો માટે આ એક અનન્ય અવસર હતો જ્યારે તેઓ હનુમાનજીના રૂપમાં સોમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.