Spread the love

~07923276943, 07923276944 તથા 8141138000, 8141735000 નંબર પર કોલ કરી નાગરિકો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા સ્વજનનું નામ, સ્થળ, સંપર્ક વિગત તથા અન્ય જરૂરી માહિતી નોંધાવી શકશે
~સંવેદનશીલ સમયમાં યોગ્ય સંકલન દ્વારા નાગરિકોને ઝડપી સહાય સુનિશ્ચિત કરવા ભાજપા સજ્જ
Gandhinagar, Gujarat, March 02, ખાડી દેશોમાં ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિમાં ગુજરાતના અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા હેલ્પલાઇન સુવિધા શરૂ કરાઇ.
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં પ્રશાંત વાળા જણાવે છે કે, ખાડી દેશોમાં ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને પગલે ત્યાં વસતા અથવા સહેલાણી તરીકે ગયેલા ગુજરાતીઓ અને તેમના પરિવારજનોની ચિંતાને ધ્યાનમાં રાખી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.
આ હેલ્પલાઇનનો હેતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોની માહિતી એકત્રિત કરીને સહાય પૂરી પાડવાનો છે. નાગરિકો જાહેર કરાયેલા નંબર પર સંપર્ક કરી તેમના અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા સ્વજનનું નામ, સ્થળ, સંપર્ક વિગત તથા અન્ય જરૂરી માહિતી નોંધાવી શકશે. ભાજપા દ્વારા પ્રાપ્ત થતી તમામ વિગતોને પ્રાથમિકતા સાથે કેન્દ્ર સરકાર સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આવશે, જેથી યોગ્ય સંકલન દ્વારા ઝડપી સહાય સુનિશ્ચિત થઈ શકે. સંવેદનશીલ સમયમાં નાગરિકોને જરૂરી તમામ સહયોગ માટે ભાજપા સજ્જ છે.
હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે: 07923276943,
07923276944, 8141138000, 8141735000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *