VNINews.com ડૉ. કુમારપાળ દેસાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
અમદાવાદ, ૩૦ ઓગસ્ટ, સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈએ આજે એમનાં જન્મદિનપ્રસંગે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમમાં કહ્યું કે મેં જૈન ધર્મગ્રંથો ઉપરાંત અન્ય ધર્મગ્રંથો પણ વાચ્યાં અને અભ્યાસ કર્યો.પણ,એ પ્હેલાં મારી માતા પાસેથી જ્ઞાન મને મળી ગયું હતું.એ મારા માટે અમૂલ્ય મૂડી છે.
શ્રી કુમારપાળ દેસાઈએ કહ્યું કે આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ.એ મને મારા અનુભવો પરથી જાણવા મળ્યું. હું વિદેશમાં ઘણું ફર્યો છું અને નવું જાણવા મળ્યું છે.એટલે હું કહી શકું કે ધર્મનું મુખ માણસ તરફ હોય છે.
કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સાહિત્યકાર, સંશોધક,વિવેચક, કટારલેખક અને જૈન દર્શનના ચિંતક કુમારપાળ દેસાઈના જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘શબ્દજયોતિ’ અંતર્ગત ડૉ. કુમારપાળ દેસાઈએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.