Spread the love

 

આણંદ,4 મે, USA ક્રિકેટ એસોસિયેશને જાહેરાત કરી છે કે વિશ્વની સૌથી અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં તેની મેન્સ નેશનલ ક્રિકેટ ટીમના લીડ આર્મ સ્પોન્સર તરીકે જોડાઈ છે. આ જાહેરાત ન્યૂયોર્કના ભારતના કોન્યુલેટ જનરલ ખાતે યુએસએમાં ભારતના કોન્સલ જનરલ શ્રીમાન બિનયા આર પ્રધાન, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતા અને યુએસએ ક્રિકેટ ટીમની હાજરીમાં કરવામાં આવી.

પ્રતિષ્ઠિત ICC ટૂર્નામેન્ટની શરૂઆત આ વર્ષે 1 જૂનથી ડેલ્લાસમાં યુએસએ અને કેનેડા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે. ICC ઇવેન્ટના સહ-યજમાન તરીકે યુએસએ આ વૈશ્વિક ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત રમવા માટે ઉતરશે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ બ્રાન્ડના નામ હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. અમૂલ સાથેનું આ જોડાણ યુ.એસ.એ માં  ક્રિકેટના વિસ્તરણ અને લોકપ્રિયતા માટે એક મહત્વનું પગલું બનશે. વર્ષ 2011માં નેધરલેન્ડની ક્રિકેટ ટીમ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જોડાણની શરૂઆત કરીને અમૂલે ICC ઇવેન્ટમાં બહુવિધ આંતરરાષ્ટ્રીય ટીમોને સમર્થન આપીને ક્રિકેટના ખેલ સાથે ગાઢ જોડાણ જાળવી રાખ્યું છે.

યુએસએ ક્રિકેટના ચેરમેન વેણુ પિસિકે આનંદ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, “અમારા માટે ગર્વની વાત છે કે અત્યંત આતૂરતાથી રાહ જોવાઇ રહેલા આગામી ICC વર્લ્ડ કપ 2024માં અમૂલ મુખ્ય આર્મ સ્પોન્સર તરીકે છે. ક્રિકેટ ટીમોને સ્પોન્સર કરવાનો અમૂલનો ટ્રેક રેકોર્ડ વ્યાપક રહ્યો છે. જે પ્રતિભાને વિકસાવવાખેલદિલીને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક સ્તરે સમુદાયોને એક કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ ઉમેર્યું હતું કે, “દૂધ એ વિશ્વનું ઓરિજનલ એનર્જી ડ્રિંક છે અને વિશ્વભરના ખેલાડીઓ તેનો ઉપયોગ કરે છે. છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી અમૂલનું માખણઘીઆઈસ્ક્રીમ અને શ્રીખંડ યુએસએમાં વેચાય છે. અને સમગ્ર અમેરિકામાં અમૂલ ફ્રેશ મિલ્ક લોન્ચ કરવાની જાહેરાત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. અમૂલ મિલ્ક યુએસએ ક્રિકેટ ટીમને વિશ્વભરના લોકોના દિલ જીતવામાં સક્ષમ બનાવશે. અમે આગામી ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમને શુભેચ્છા પાઠવીએ છીએ. ”

અમૂલના સમર્થન અને કેનેડા સામે તાજેતરની 4-0 શ્રેણીની જીત સાથેયુએસએ મેન્સ ક્રિકેટ ટીમ આગામી T20 વર્લ્ડ કપ 2024માં ઘરઆંગણે સારૂ પ્રદર્શન કરવા માટે ઉત્સુક રહેશે.