સુરત, 02 આેગસ્ટ, ગુજરાતમાં સુરત શહેરનાં માંડવી તાલુકાના ફળીગ્રામ પંચાયત કચેરીનાં તલાટીકમ મંત્રી ને એસીબીની ટીમે રૂપિયા ૩૫,૦૦૦ લાંચની રકમ લેતા આજે પકડયા છે.
એસીબી તરફ થી જણાવવામાં આવ્યું છે કે ફરીયાદીનાએ વદેશીયા ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો રાખેલ જે કામો પુર્ણ થતાં ફરીયાદીનાં એકાઉન્ટમાં નાણાં જમા થયેલ જેના કમિશન પેટે આ કામનાં આરોપીએ રૂ.૪૨,૫૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૂ.૩૫,૦૦૦/- આપવાનું નકકી થયેલ જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમ્યાન સંજયભાઇ પોપટભાઇ પટેલ, વર્ગ-૩, વહીવટદાર, વદેશીયા ગ્રામ પંચાયતની કચેરી, (ફળીગ્રામ પંચાયત કચેરીનાં તલાટીકમ મંત્રી) તા.માંડવી જી.સુરત ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો.