Spread the love

Mehsana, Gujarat, Jan 25, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મહેસાણા ખાતે, GTU-AIA ફાઉન્ડ્રી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો ઉદઘાટન સમારોહ હાલમાં યોજાયો હતો.
GTU તરફથી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પ્રકારના કેન્દ્રની કલ્પના ધાતુશાસ્ત્ર, ઇન્ડક્શન હીટિંગ અને ફાઉન્ડ્રી ટેક્નોલોજી ક્ષેત્રે વિશેષ કૌશલ્યોની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે કરવામાં આવી છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફાઉન્ડ્રી ટેક્નોલોજીમાં હેન્ડ્સ-ઓન તાલીમ પ્રદાન કરવી અને તેમની રોજગાર-ક્ષમતા વધારવાનો છે. ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમો, આધુનિક સાધનો અને નિષ્ણાતોનું માર્ગદર્શન એ આ કેન્દ્રની મુખ્ય વિશેષતાઓ છે. આ કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે. ગજ્જર,એ.આઈ.એ. એન્જિનિયરીગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ભદ્રેશ શાહ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય અને હર્ષા ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર રાજુ શાહ,એ.આઈ.એ. એન્જિનિયરિંગના બિઝનેસ હેડ ચેતન શાહ, ગુજરાત એપોલો ઈન્ડસ્ટ્રીઝ, ધોળાસણના ડિરેક્ટર આનંદ પટેલ, યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, સાર્વજનિક ફાર્મસી કોલેજના આચાર્ય ડૉ. સી. એન. પટેલ, યુનિવર્સિટીના નાયબ કુલસચિવ ડૉ. કેયુર દરજી, યુનિવર્સિટીના આર.એન્ડ ડી.સેલના નિયામક ડો.રાજેશ ઠક્કર અને યુનિવર્સિટીના એકેડેમીક ઓફિસર ડૉ. ઉત્સવ ગઢીયા ખાસ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો, AISE સભ્યો, III Cellના સભ્યો, GTUના શૈક્ષણિક ડીન, એન્જિનિયરિંગ કોલેજના આચાર્યઓ સાથે 250થી વધુ મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સમારોહમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન AIA એન્જિનિયરિંગ લિમિટેડના કર્મચારીઓ તેમજ જીપેરીના આચાર્ય ડો.ચિરાગ વિભાકરના માર્ગદર્શન હેઠળ મિકેનિકલ વિભાગના વડા ડો. વિવેક પટેલ અને ટીમ જીપેરી દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું.આ સફળ આયોજન માટે કુલપતિ ડો.રાજુલ કે. ગજ્જર અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *