~ભારતીય એથ્લીટ લલિત પટેલે બોડીબિલ્ડિંગ અને પાવરલિફ્ટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ગોલ્ડ મેડલ અને પ્રો કાર્ડ મેળવી ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું.
Ahmedabad, Gujarat, Aug 13 (VNI): ભારતીય એથ્લીટ લલિત પટેલે બોડીબિલ્ડિંગ અને પાવરલિફ્ટિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે.
લલિત પટેલે જણાવ્યું હતું કે પટાયા, થાઈલેન્ડ ખાતે યોજાયેલી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં તેમણે ત્રણ ગોલ્ડ મેડલ જીતવાની સાથે 405 કિલો વજન ઉઠાવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે બેંગકોક, થાઈલેન્ડ ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બોડીબિલ્ડિંગમાં બે ગોલ્ડ મેડલ જીતવાની સાથે પ્રતિષ્ઠિત પ્રો કાર્ડ મેળવ્યું હતું. આ જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાવરલિફ્ટિંગમાં પણ તેમણે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા અને 400 કિલો વજન ઉઠાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
લલિત પટેલની ખાસ ઓળખ એ છે કે તેઓ બોડીબિલ્ડિંગ અને પાવરલિફ્ટિંગ બંને ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર એથ્લીટ છે. તેમણે સંપૂર્ણપણે શુદ્ધ શાકાહારી જીવનશૈલી અપનાવીને આ સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું.
લલિત પટેલે પોતાની સફળતાની સફર, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના અનુભવો, ટ્રેનિંગ, ડાયટ, શિસ્ત અને ભવિષ્યના લક્ષ્યો અંગે પણ વિશેષ વાતચીત કરી હતી. VNI NEWS, Lalit Patel, Indian Athlete Lalit Patel, Bodybuilding, Powerlifting, Lalit Patel Gold Medals, Lalit Patel Pro Card, Gujarat Athlete, Indian Athlete, Indian Athlete, Gujarat Athlete, Gold Medal, Pro Card, World Championship, Thailand, Sports, VNINews, VNINews.com
