~ગાંધીનગરમાં ચાલી રહેલી 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026 અંતર્ગત 25 જુલાઈએ દાહોદ-મોરબી, બનાસકાંઠા-વલસાડ સહિત ચાર મહત્વપૂર્ણ મેચો રમાશે.

Gandhinagar, Gujarat, July 24 (VNI): ગાંધીનગરમાં ચાલી રહેલી 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં 25 જુલાઈના રોજ ચાર મહત્વપૂર્ણ મુકાબલા રમાશે. પ્રથમ મેચ દાહોદ અને મોરબી વચ્ચે, બીજી બનાસકાંઠા અને વલસાડ વચ્ચે, ત્રીજી બરોડા અને ભરુચ વચ્ચે તેમજ દિવસની છેલ્લી મેચ સુરત અને ગાંધીનગર વચ્ચે યોજાશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂલરાજસિંહ ચુડાસમાના જણાવ્યા મુજબ, ગઈકાલે ભારે વરસાદને કારણે ગ્રાઉન્ડની સ્થિતિ ખરાબ બનતાં આજના તમામ મુકાબલાઓ ટર્ફ ગ્રાઉન્ડ પર ખસેડવામાં આવ્યા છે.
શુક્રવારે રમાયેલી પ્રથમ મેચમાં સુરેન્દ્રનગરે દાહોદને 4-2થી હરાવ્યું હતું. સુરેન્દ્રનગર તરફથી શિવરાજસિંહે હેટ્રિક સહિત ત્રણ ગોલ અને મહર્ષિ ઠાકરે એક ગોલ નોંધાવ્યો હતો, જ્યારે દાહોદ તરફથી કવન પટેલે બે ગોલ કર્યા હતા. અન્ય મુકાબલાઓમાં બનાસકાંઠાએ તાપીને 6-0થી અને બરોડાએ બોટાદને 14-1થી એકતરફી પરાજય આપ્યો હતો.
આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં રાજ્યના 23 જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમોને સાત ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને હાલ ગ્રુપ સ્ટેજની મેચો ચાલી રહી છે. VNI NEWS, Gujarat Football, Junior Boys Inter District Tournament, Balaram Kshatriya Memorial Trophy 2026, Gandhinagar Football, GSFA, Junior Football, Gandhinagar, Sports News, Balaram Kshatriya Memorial Trophy, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *