Ahmedabad, Gujarat, Jan 05, ગુજરાત ના અમદાવાદમાં આજે સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દી પરીખે અને સંત ‘તોરલ’ વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૦૧થી ૦૫ જાન્યુઆરી, સળંગ પાંચ દિવસ ગુરુવારથી સોમવાર, સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંત સાહિત્યપર્વ’નું આયોજન કરવામાં આવ્યું.
સંત સાહિત્યપર્વના પાંચમા-અંતિમ દિવસે તા.૦૫ જાન્યુઆરી, ૨૦૨૬, સોમવારના રોજ સંત ‘ગવરીબાઈ’ વિશે કાલિન્દી પરીખે અને સંત ‘તોરલ’ વિશે દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિ રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
કાલિન્દી પરીખ: સંત કવયિત્રી ગવરીબાઈ વાગડ પ્રદેશના મીરાં કહેવાય છે. તેમના પદો અંદાજે ૬૦૩ જેટલા છે. તેમાં સગુણ -નિર્ગુણ, સતગુરુ, નવધા ભક્તિ, સ્મરણ, રામશ્રધ્ધા, મુરલી, મન, ચિત્ત, અહંકાર, સમર્પણ વગેરે વિશેના તેમના વિચારો વ્યક્ત થયા છે. તેમના પિતા રંગનાથ ભાગવત કથાકાર હતા. તેમની ઈચ્છા ગવરીબાઈને ભાગવતના કથાકાર બનાવવાની હતી. પરંતુ, તેમનું અવસાન થઈ જવાથી તેમની આ ઇચ્છા અધૂરી રહી ગઈ. પરંતુ, ગવરીબાઈ પર આજીવન ભાગવત અને ગીતાનો પ્રભાવ રહ્યો હતો. તે કૃષ્ણ ભક્ત હોવા છતાં તેના ઘણા પદો અને સાખીઓમાં આત્મજ્ઞાન અને બ્રહ્મનું ચિંતન જોવા મળે છે. અખાની જેમ તે એકમાત્ર વેદાંતી કવયિત્રી હતાં અને છે.
દલપત પઢિયાર : સતને પામેલી ‘તોરલ’ સતી નારી છે. મહાપંથી સાધના પામેલ તોરલ છે. પંથ ભૂલેલા પુરુષોને સતી નારીઓએ રાહ બતાવ્યો છે. તોરલ 15મી સદીમાં થયેલા છે. જેમનો શબ્દ આજે પણ પ્રસ્તુત છે. નરસિંહ જેમ આદ્યકવિ છે એમ તોરલ આદ્ય કવયિત્રી છે.
