Ahmedabad, Sep 21, કવિ, પક્ષીવિદ્દ, ખગોળવિદ, પ્રકૃતિવિદ્દ દિનકરરાય કેશવલાલ વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે આજે ‘ચૂડામણિ’ અંતર્ગત કુ.શાબ્દી દોશીએ કવિ મીનપિયાસીની કવિતાઓનું પઠન કર્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ૦૫૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ, Gujarat ખાતે સ્વ. શ્રીમતી સુશીલાબેન અને સ્વ. શ્રી રમણલાલ શાહના સહયોગથી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, પક્ષીવિદ્દ, ખગોળવિદ, પ્રકૃતિવિદ્દ દિનકરરાય કેશવલાલ વૈદ્ય ‘મીનપિયાસી’ના ૧૧૫મા જન્મદિનપ્રસંગે ‘ચૂડામણિ’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ‘ચૂડામણિ’ અંતર્ગત કુ.શાબ્દી દોશીએ કવિ મીનપિયાસીની કવિતાઓનું પઠન કર્યું. મીનપિયાસીના દોહિત્ર પાર્થસારથિ વૈદ્યએ પ્રાસંગિક વાત કરી તથા મીનપિયાસીનાં જીવન-કવન વિશે સાહિત્યકાર હર્ષદ ત્રિવેદીએ મનનીય વક્તવ્ય આપ્યું.
કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે કવિ મીનપિયાસીના પરિવારજનો, કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
કાવ્યપઠન : ટાઢ કહે મારું કામ..,કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ .. અને પાણીનો આ ગોળો ..નું કાવ્યપઠન કુ. શાબ્દી દોશીએ કર્યું.
શ્રી હર્ષદ ત્રિવેદી : કવિ મીનપિયાસી ધોરણો,મૂલ્યો અને સિદ્ધાંતના માણસ.એ એમની ઓળખ.એમની કવિતાઓ આજે પણ લોકપ્રિય છે. ‘કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ ‘ કવિતા દરેક ગુજરાતીને આજે પણ યાદ છે.પોતાના વતનપ્રદેશ ઝાલાવાડને મા ગણતાં. મીનપિયાસીની કવિતામાં પ્રભુ,પ્રેમ અને પ્રકૃતિ જોવા મળે છે.