Ahmedabad, Gujarat, Aug 29, ગુજરાતનાં અમદાવાદમાં ‘હાસ્યવિહાર’ અંતર્ગત આત્મકથાકાર ધનસુખલાલ મહેતા વિશે પત્રકાર લલિત ખંભાયતાએ અને હાસ્યલેખક ધનસુખલાલ મહેતા વિશે પ્રો. હસિત મહેતાએ તથા અધ્યક્ષીય વક્તવ્ય હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય આપ્યું. 
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૯ ઑગસ્ટ, શુક્રવારે, સાંજે ૦૫૩૦ કલાકે, ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની પાછળ, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની અધ્યક્ષતા હેઠળ હાસ્યલેખક, વાર્તાકાર, નાટ્યકાર ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતાની ૫૧મી પુણ્યતિથિએ ‘હાસ્યવિહાર’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. ‘હાસ્યવિહાર’ અંતર્ગત આત્મકથાકાર ધનસુખલાલ મહેતા વિશે પત્રકાર લલિત ખંભાયતાએ અને હાસ્યલેખક ધનસુખલાલ મહેતા વિશે પ્રો. હસિત મહેતાએ તથા અધ્યક્ષીય વક્તવ્ય હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
લલિત ખંભાયતા : ધનસુખલાલે 6 વર્ષની વયે સાહિત્યના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું. ધનસુખલાલ મહેતા પ્રસિધ્ધિથી દૂર રહેતાં. ગુજરાતી ભાષાની પ્રથમ વાર્તા ‘ગોવાલણી ‘ કહેવાય છે પરંતુ, એ પહેલાં ધનસુખલાલ મહેતાએ વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. લેખક થવા માટે સંસ્કૃત શીખવું જોઈએ એવું ધનસુખલાલનું કહેવું છે.એમની આત્મકથા સચિત્ર છે.
હસિત મહેતા : માત્ર હાસ્યલેખક તરીકે નહીં પણ, ગુજરાતી ભાષામાં અનુવાદો નાટકો, કવિતાઓ અને પ્રારંભમાં લખાયેલ ટૂંકી વાર્તાઓના વાર્તાકાર તરીકે ધનસુખલાલ મહેતાને જાણવા અને પ્રમાણવા જોઈએ.1931માં પ્રથમ હાસ્યનું પુસ્તક પ્રકટ થયું. ધનસુખલાલ હાસ્યલેખક નહીં. પણ, મર્મવિનોદી હાસ્યલેખક છે.’અમે બધાં’ ગુજરાતી ભાષાની જ્યોતીન્દ્ર દવે સાથેની પ્રથમ સંયુક્ત નવલકથા છે.
રતિલાલ બોરીસાગર : જ્યોતીન્દ્દ દવે અને ધનસુખલાલનું નામ જોડે લેવાય છે. એનું કારણ ‘અમે બધાં’ છે. જીવનનું ઊંડાણ ધનસુખલાલના હાસ્ય સાહિત્યમાં જોવા મળે છે.
