Spread the love

Vadnagar, Gujarat, Aug 09, ગુજરાત ના વડનગર માં ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત, રમાય રહેલ સ્વ. ગુલાબ ચૌહાણ મેમોરિયલ ટ્રોફી, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ, ફાઇનલ મેચમાં ખેડા ની ટીમ ચેમ્પિયન બની.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીએ જણાવ્યું કે આજ રોજ રમાયેલ ફાઇનલ મેચ માં ખેડા ની નાઝબાનુ શેખ ના 25 મી મિનિટે અને રૂપા રાઠવા દ્વારા 86 મી મિનિટે મરેલા ગોલ ની મદદ થી ખેડા ની ટીમે અમદાવાદ ની ટીમ ને ૨-0 થી મહાત આપી, સ્વ. ગુલાબ ચૌહાણ મેમોરિયલ ટ્રોફી, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ની ટ્રોફી પોતાના નામે કરી ચેમ્પિયન શીપ મેળવી છે.
આ ટુર્નામેન્ટ માથી 30 પ્લેયર્સ અને 5 સ્ટેન્ડ બાય પ્લેયર્સ નું ગુજરાત ની ટીમ ના કેમ્પ માટે સિલેકસન કરવામાં આવેલ છે. તેઓનો કેમ્પ 18 ઓગસ્ટ થી ભાવનગર ખાતે રાખવામા આવેલ છે.